વેરાવળ પોલીસ સ્ટાફ દ્વારા લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા

વેરાવળ પોલીસ સ્ટાફ દ્વારા લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા
વેરાવળ પોલીસ સ્ટાફ દ્વારા કોરોના ની ગંભીરતા સમજાવવા લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું
જે લોકો જાહેર જગ્યાઓએ માસ્ક વગર નીકળી રહ્યા હતા તેવા લોકોને માસ્ક પહેરવા પોલીસ સ્ટાફે અનુરોધ કર્યો હતો
વેરાવળ ટાવરચોક ખાતે શનિવારે પી આઇ ડી ડી પરમાર ની સૂચના હેઠળ પો.સબ.ઈન્સ. એચ.બી. મુસાર અને ટ્રાફિક પી.આઇ. દિનેશભાઈ ગોહેલ તથા તેમના સ્ટાફ દ્વારા જે લોકો માસ્ક વગર જાહેર સ્થળોએ નીકળી રહ્યા હોઈ તેમને વર્તમાન પરિસ્થિતિની ગંભીરતા સમજાવી માસ્ક પહેરવા અનુરોધ કરાયો હતો અને જે લોકો પાસે માસ્ક ન હોઈ તેઓને માસ્ક આપવામાં આવ્યા હતા.આ રીતે વેરાવળ પોલીસે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ સમગ્ર સેવા કાર્ય દરમિયાન પોલીસે 1 હજાર જેટલા મસકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : રાહુલ કારીયા
વેરાવળ