વેરાવળ : નવનિયુક્ત સરપંચશ્રીઓ, હોદેદારો અને પત્રકારોનું સત્કાર સમારોહનું આયોજન કરાયું

વેરાવળ : નવનિયુક્ત સરપંચશ્રીઓ, હોદેદારો અને પત્રકારોનું સત્કાર સમારોહનું આયોજન કરાયું
સોમનાથ નાં ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા વેરાવળ તાલુકાનાં નવનિયુક્ત સરપંચશ્રીઓ, હોદેદારો અને પત્રકારોનું સત્કાર સમારોહનું આયોજન કરાયું
સોમનાથ નાં ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા વેરાવળ તાલુકાનાં નવનિયુક્ત સરપંચશ્રીઓ, હોદેદારો અને પત્રકારોનું સત્કાર સમારોહનું આયોજન કરાયું
આજ રોજ વેરાવળ ખાતે ધારાસભ્ય વિમલ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવેલ, જેમાં નવનિયુક્ત સરપંચશ્રીઓ, સદસ્યશ્રીઓ અને નવનિયુકત કોંગ્રેસ પક્ષના હોદેદારશ્રીઓ તથા પત્રકારોના સન્માન કરી સિલ્ડ આપવામાં આવેલ અને સન્માનીત કરવામાં આવેલ.
૯૦-સોમનાથ વિધાનસભાના યુવા ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા તા.૧૬-૦૧-૨૦૨૨ ના રોજ વેરાવળ ખાતે તાલુકા કક્ષાનો સત્કાર સમારોહ રાખવામા આવેલ જેમાં વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નવનિયુક્ત સરપચશ્રીઓનું સન્માન કરી અને સિલ્ડ આપવામાં આવેલ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકહિતના વિકાસલક્ષી કર્યો કરવા તેમજ શહેરને સ્વછ અને સુંદર બનાવવા જણાવેલ અને ભવિષ્યમાં ઉતરોત્તર પ્રગતિ કરો તેવી સુભેચ્છા પાઠવેલ અને વિકાસલક્ષી કાર્યોમાં અડચણ પડે ત્યાંરે હમ્મેશા સાથે ધારાસભ્યશ્રી સાથે રહેશે અને સહકાર આપવા જણાવેલ હતું. આ સત્કાર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના નવ નિયુકત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના નવ નિયુકત સદસ્યશ્રીઓ અને નગરપાલિકાના નવનિયુક્ત સદસ્યશ્રીઓને પણ સિલ્ડ આપી સન્માનીત કરવામાં આવેલ, તેમજ જણાવેલ કે જિલ્લા પંચાત હોય તાલુકા પંચાત હોય કે નગરપાલિકા હોય આપડે વિરોધ પક્ષ તરીકે પ્રજા માટે હમ્મેશા કર્યો કરતાં આવ્યા છે અને કરતાં રહીશું તેમજ જરૂર પડ્યે લોકો માટે વિરોધ પક્ષ હમ્મેશા લડવા તૈયાર રહેશે અને શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ લોકોના કોલોહિતના કર્યો આપડે સાથે રહી કરવા જણાવેલ તથા લોકહિતના કાર્યોમાં અડચણ પડે ત્યારે ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા હમ્મેશા વિપક્ષ સાથે રહી લોકોના દુખના ભાગીદાર બનવાની ખાતરી આપેલ તેમજ શાસક પક્ષ સત્તા ઉપર બેસીને લોકોના કર્યો નથી કરી શકતા એ વિપક્ષને કરવા અને જરૂર પડ્યે રસ્તા રોકો આંદોલન અને રેલીઓ કરી લોકહિતના કર્યો કરવા જણાવેલ. તેમજ આ સત્કાર સમારોહમાં તાલુકા કક્ષાના કોગ્રેસ પક્ષના વિવિધ હોદેદારો અને મંડળોના પણ સન્માન કરી સિલ્ડ આપવામાં આવેલ હતા અને વિવિધ ક્ષેત્રે લોકહિતના કર્યો કરવા અને લોકોના ઘરે ઘરે જઇ લોકોને અગવડતા હોય તેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવેલ તેમજ જરૂર પડ્યે સાથે રહી લોકો માટે લડવા જણાવેલ અને સારી કામગીરી કરનાર હોદેદારોને વિવિધ ક્ષેત્રે કોંગ્રેસ પક્ષ દ્વારા સન્માનીત કરવા અને વિવિધ ક્ષેત્રે ઉચ્ચ હોદાઓ આપવાની ખાતરી આપેલ. તેમજ સત્કાર સમારોહ દરમિયાન પ્રજાના અવાજને વાંચા આપી જન-જનના હદમાં અનોખુ સ્થાન પ્રાપ્ત કરનાર પત્રકારોનું પણ સન્માન કરવામાં આવેલ અને સિલ્ડ આપવામાં આવેલ તેમજ જણાવેલ કે કોરોના મહામારી જેવી જંગમાં પત્રકારો કોરોના વેરીયર્સ બનીને સતત કાર્યરત રહ્યા છે અને આગળ પણ રહેશે તેમજ હમ્મેશા પત્રકારોનો સાથ સહકાર મળતો રહયો છે અને માળતો રહેશે તેવી આશા સાથે આભાર વ્યક્ત કરવામાં આવેલ.
આ સત્કાર સમારોહમાં ગીર સોમનાથ જિલ્લા પ્રમુખશ્રી મનસુખભાઇ ગોહેલ લુહાણા સમાજનાપ્રમુખશ્રી વિક્રમભાઈ તન્ના ગુજરાત કોંગ્રેસ પ્રદેસ કારોબારી સભ્યશ્રી જયકરભાઇ ચોટાઈ ગીર સોમનાથ જિલ્લા મહિલા પ્રમુખશ્રી સંગીતાબેન ચાંડ્પા ગીર સોમનાથ જિલ્લાના મહામંત્રી શ્રી દીપકભાઈ દોરીયા તાલુકા પ્રમુખશ્રી વજુભાઈ ડોડીયા તાલુકા પંચાયત વિરોધપક્ષ ના નેતા કરશનભાઇ બારડ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ કિશાન સેલ ના પ્રમુખશ્રી હિરેનભાઇ બામરોટીયા શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખશ્રી દેવીબેન ગોહેલ શહેર કોંગ્રેસ મહિલા ઉપ પ્રમુખશ્રી રિજવાનાબેન ચૌહાણ ગીર સોમનાથ જિલ્લાના માયનોરીતિ પ્રમુખશ્રી ફારૂકભાઈ પેરેડાઈઝ પ્રજાપતિ સામાજના પ્રમુખશ્રી રમેશભાઈ, વેરાવળ કોળી સમાજના પ્રમુખશ્રી સામતભાઈ બારિયા ગીર સોમનાથ જિલ્લાના માચ્છીમાર સેલના પ્રમુખશ્રી અશ્વિનભાઈ સુયાણી શહેર કોંગ્રેસ મહામંત્રી પ્રેમભાઈ ગઢીયા એસ સી સેલ ગીર સોમનાથ જિલ્લા મહામંત્રી નરેશ ભાઈ ચાવડા તાલુકા પંચાયત સભ્યશ્રી વાલજીભાઇ બામણીયા ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસમંત્રિશ્રી હીરાભાઈ રામ, પૂર્વ શહેર પ્રમુખશ્રી દિનેશભાઇ રાયઠઠ્ઠા.કોંગ્રેસ કાર્યકર ભીખુ ભાઈ ગઢિયા તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા ના સભ્યો તથા તમામ કોંગ્રેસ પક્ષ ના હોદ્દેદારો બહોરી સંખ્યામાં ઉપસ્થિત રહી ને તમામ સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો અને કોંગ્રેસ પક્ષ હોદ્દેદારોને સિલ્ડ આપી સન્માનીત કરેલ હતા,
રિપોર્ટ : પરાગ સંગતાણી,
ગીર-સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756