રાજકોટમાં કાઠી દરબારોએ ગૌશાળા માટે સંક્રાંતિના દિને 1-85 લાખનું દાન એકત્ર કર્યું.

રાજકોટમાં કાઠી દરબારોએ ગૌશાળા માટે સંક્રાંતિના દિને 1-85 લાખનું દાન એકત્ર કર્યું.
કાઠી દરબાર યુવા ગ્રુપ રાજકોટના સભ્યો દ્વારા
મકરસંક્રાતિના પરમ પવિત્ર દિવસે નવા સુરજદેવળ ગૌશાળા જિ. સુરેન્દ્રનગર માટે દાન એકત્રિત કરવાનું આયોજન કર્યું હતું.તેમાં વિવિધ સમાજના અનેક લોકોએ દાન આપ્યું. દાન એકત્ર કરવાં રાજકોટ મુકામે કાલાવાડ રોડ સ્વામિનારાયણ મંદિરની સામે એક કાઉન્ટર ખોલવામાં આવ્યું હતું. આવુ પ્રથમ વખત આયોજન કરેલ હતું.આ આયોજનમા રૂ..1,85,000ની રકમ એકત્ર થતાં બીજા દિવસે તે રકમ ગૌશાળા ને અપૅણ કરવામાં આવી હતી. કાઠી દરબાર યુવા ગૃપની કામગીરી ની ચોમેર પ્રશંસા થઈ રહી છે.
કાઠી દરબાર યુવા ગ્રુપે રાજકોટના સર્વે દાતા શ્રી ઓનો ખુબ ખુબ હદય પૂર્વક આભાર માન્યો હતો.