યાત્રાધામ અંબાજી માં ખોવાયેલા બે લાખ રૂપિયા ભરેલી થેલી મૂળ માલિક ને પરત કરાયા .

શક્તિ ,ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી અરાવલી ની પહાડો મા ગુજરાત અને રાજસ્થાન સરહદ પર વસેલું છે આ ધામ મા વર્ષ દરમિયાન માં અંબા ના ભક્તો માતાજી ના દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે વાત કરવામાં આવે તો અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી આચાર્ય તથા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ શ્રી એમ.બી ગમાર નાઓએ અરજદાર શ્રી પન્નાબેન વા/ઓફ કલ્પેશ ભાઈ મોદી રહે માં અંબે ગેસ્ટ હાઉસ અંબાજી તાલુકો દાંતા નાઓએ પોતાના ઘરેથી રૂ ૨૦૦૦૦૦/-વિમલ ના થેલામાં રાખીને તેમના પતિ સાથે મોટરસાયકલ પર બેસીને બસ સ્ટેશન તરફ આવવાના રસ્તામાં બાઈક પર રાખેલા વિમલ નો થેલો રસ્તામાં ક્યાંય પડી જતા તેઓએ શોધખોળ કરતા મળી ન આવતા તાત્કાલિક અંબાજી પોલીસ સ્ટેશન આવી જાણ કરતા પોલીસ કર્મચારી અ.પો.કો ભાનુ કુમાર ભેમજીભાઇ બ.નં ૧૮૩૪ એને અ.પો.કો. હિતેશકુમાર નારણભાઈ બ.નં૧૮૪૦ના ઓને સાથે રાખી તાત્કાલિક સદરે થેલામાં રાખેલ રૂપિયા તેમજ થેલાની શુધ્ધ-બુધ્ધિ થી તથા CCTV ફૂટેજના આધારે તપાસ કરતા સદરે વિમલ નો થેલો મળી આવતા થેલામાં રહેલી રકમ બે લાખ તેમજ થેલામાં રહેલ ચીજ વસ્તુઓ મુળ માલિક ને સુપરત સોંપી અંબાજી પોલીસ સ્ટેશન ના સરાહનીય કામગીરી કરેલ છે
અંબાજી પોલીસ ની સુંદર કામગીરી દેખવા મળી છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756