રાજકોટ મહાનગરપાલિકાએ રસ્તે રઝળતા ૩૦૮ પશુઓ પકડયા

રાજકોટ  મહાનગરપાલિકાએ રસ્તે રઝળતા ૩૦૮ પશુઓ પકડયા
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકાએ રસ્તે રઝળતા ૩૦૮ પશુઓ પકડવામાં આવ્યા.

રાજકોટ માં મહાનગરપાલીકાની ANCD શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા.૭/૧/૨૦૨૨ થી ૧૩/૧/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો ગંજીવાડા, ગોકુલનગર ક્વાર્ટર, થોરાળા પોલીસ ચોકી, દુધસાગર રોડ, ભાવનગર રોડ વિગેરે વિસ્તારમાંથી ૩૩ પશુઓ, પોપટપરા, રેલનગર, લાલબહાદુરશાસ્ત્રી યોજના, સંતોષીનગર, માધાપર ગામ, નાગેશ્વર, શેઠનગર, અમૃતપાર્ક મેઈન રોડ, જામનગર રોડ વિગેરે વિસ્તારમાંથી ૩૬ પશુઓ, રામપાર્ક, રણુજા મેઈન રોડ, અનમોલપાર્ક, સોમનાથ સોસાયટી, કોઠારીયા ગામ તથા મેઈન રોડ, શીવધારા, હુશેનીવાડી મેઈન રોડ વિગેરે વિસ્તારમાંથી ૨૯ પશુઓ, ગીતાનગર મેઈન રોડ, પોસ્ટ ઓફિસ ક્વાર્ટર મેઈન રોડ, લોધેશ્વર સોસાયટી, સરદારનગર, માયાણીચોક, અલ્કા સોસાયટી, લક્ષ્મીનગર, રામનગર વિગેરે વિસ્તારમાંથી ૨૪ પશુઓ, રૈયા રોડ, ધરમનગર આવાસ, શાંતીનિકેતન સોસાયટી, સોપાન હાઈટ્સ, શાસ્ત્રીનગર, રાણીમા રૂડીમા ચોક વિગેરે વિસ્તારો પાસેથી ૨૬ પશુઓ, આડો પેડક રોડ, મારૂતિનગર, રણછોડનગર, કુવાડવા રોડ, માર્કેટીંગયાર્ડ, ગ્રીનલેન્ડ ચોકડી વિગેરે વિસ્તારો પાસેથી ૪૦ પશુઓ, કેનાલ રોડ, ભક્તિનગર, ગીતાનગર, ઢેબર રોડ, ભવાની ચોક, વિગેરે વિસ્તારો પાસેથી ૨૫ પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ-૩૦૮ પશુઓ પકડવામાં આવેલ છે.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!