ડાંગ વન વિભાગના ત્રાસથી જિલ્લા પંચાયત પ્રમુખ ત્રસ્ત…?

ડાંગ વન વિભાગના ત્રાસથી જિલ્લા પંચાયત પ્રમુખ ત્રસ્ત…?
Spread the love

ડાંગ જિલ્લામાં ભાજપાનાં મોટા ગજાનાં નેતાઓનું અધિકારીઓ સામે કઈ પણ ન ઉપજતા આખરે કંટાળીને ધરણા અને આત્મહત્યાની ચીમકી ઉચ્ચારિ

ડાંગ જિલ્લાનાં પૂર્વ ધારાસભ્ય અને હાલનાં ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત સાકરપાતળ ગામ નજીક પોતાની જમીનમાં આમરણ ઉપવાસ પર બેસી જઈ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે:-

દક્ષિણ વન વિભાગનાં અધિકારીઓ દ્વારા જમીનનાં મુદ્દે તેઓને વારંવાર યેનકેન પ્રકારે હેરાનગતિ કરાઈ રહી હોવાનાં આક્ષેપો કર્યા…..

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં પૂર્વ કૉંગ્રેસી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે અગાઉ રાજીનામું ધરી દઈ ભગવો ધારણ કર્યો હતો.મંગળભાઈ ગાવીતે કેસરીયો ધારણ કર્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડાંગ જિલ્લા પંચાયતની કોશીમદા જિલ્લા પંચાયતની સીટ પરથી ઉમેદવારી નોંધાવી ભવ્ય જીત મેળવી હતી.અને હાલમાં મંગળભાઈ ગાવીત ડાંગ જિલ્લા પંચાયતનાં મહત્વનાં હોદા એવા પ્રમુખપદે બિરાજમાન છે.ડાંગ જિલ્લા પંચાયતનાં પૂર્વ ધારાસભ્ય અને હાલનાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીતની વઘઇ-સાપુતારા માર્ગને અડીને આવેલ સાકરપાતળ ગામ નજીક અંબિકા નદીનાં તટે જમીન આવેલ છે.આ જમીનમાં મંગળભાઈ ગાવીત દ્વારા હાલમાં ખોદકામ કરી લેવલીંગનું કામ ચાલુ છે.ત્યારે અહીની અર્ધી જમીન દક્ષિણ વન વિભાગનાં સાકરપાતળ રેંજમાં લાગુ હોય જેથી જે તે સમયે વન વિભાગની ટીમ દ્વારા વન વિભાગનાં સર્વયરો પાસે જમીન માપણી કરાવી આ ખોદકામ અટકાવીને તેમાં વૃક્ષારોપણ કરી જિલ્લા પંચાયતનાં પ્રમુખનાં પુત્રને 15,750નો દંડ પણ ફટકાર્યો હતો.હાલમાં પણ આ જમીનમાં ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીતનું લેવલીંગનું કામ ચાલુ હોય અને દક્ષિણ વન વિભાગનાં અધિકારીઓ દ્વારા આ જમીનનાં મુદ્દે યેનકેન પ્રકારે વારંવાર હેરાનગતિ કરતા આખરે કંટાળીને આજરોજ સાકરપાતળ નજીકની આ જમીનમાં ધરણા પર બેસી જઈ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારતા ડાંગ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલમાં કેન્દ્રમાં અને રાજ્યમાં પણ ભાજપાની સરકાર છે.તેમ છતાંય ડાંગ જિલ્લાનાં મોટા ગજાનાં નેતાઓને અધિકારીઓ કઈ પણ ન ગણકારતા મોટો પ્રશ્નાર્થ ઉભો થવા પામ્યો છે.ડાંગ જિલ્લામાં પૂર્વ ધારાસભ્ય અને ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખનું અધિકારીઓ સામે કઈ પણ ન ઉપજતા આદિવાસી આમ જનતાનું શુ થશે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.ડાંગ જિલ્લાનાં ભાજપાનાં કદાવર નેતા અને જિલ્લા પંચાયતનાં પ્રમુખ પોતે જ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી આમ જનતા સહિત અધિકારીઓને કયો સંદેશો આપવા માંગે છે તે લોકોનાં ગળે ઉતરતુ નથી.ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીતે દક્ષિણ વન વિભાગનાં અધિકારી સામે આક્ષેપ કરતા જણાવ્યુ છે કે તેઓ દ્વારા વન વિભાગનાં જમીન પર કબજો કર્યો હોવાનું જણાવી અધિકારીઓ દ્વારા દંડાત્મક કાર્યવાહી કર્યા બાદ પણ વારંવાર તેઓને માનસિક રીતે હેરાનગતિ કરી ત્રાસ આપવામાં આવી રહયો છે.ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીતે જણાવ્યુ હતુ કે આ જમીનનો હું 35 વર્ષથી ભોગવટો કરતો આવ્યો છું.અને આ જમીનમાં મને વન વિભાગ દ્વારા માલિકી કાપવાનાં 4 વખત હક્ક પણ આપવામાં આવ્યો છે.તેમ છતાંય વન વિભાગ દ્વારા છેલ્લા આઠ મહિનાથી આ જમીનનાં મુદ્દે મને ત્રાસ આપી હેરાન કરવામાં આવી રહ્યો છે.જેથી હું આમરણ ઉપવાસ પર બેઠો છું.અને જો મને આ બાબતે વન વિભાગ દ્વારા તુરંત નિર્ણય ન આપવામાં આવે તો હું ગળે ફાંસો ખાઈ આત્મ વિલોપન કરી લઈશની ચીમકી ઉચ્ચારી છે..બોક્ષ:-(1)નિલેશભાઈ પંડ્યા-ડી.સી.એફ દક્ષિણ વન વિભાગ આહવા-ડાંગ આ બાબતે દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ નિલેશભાઈ પંડ્યાએ જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ જે જમીનનાં સ્થળે આમરણ ઉપવાસ ઉપર બેઠા છે.તે સ્થળે આજરોજ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીતની મે રૂબરૂ મુલાકાત લીધી હતી.અને મંગળભાઈ ગાવીતની રજુઆત મે સાંભળી છે.આ જમીન બાબતેની તપાસ મે હાલમાં સબ.ડી.એફ.ઓને સોંપી છે..

બોક્ષ:-(1)ડાંગ જીલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઇ ગાવિતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા.આમરણાંત ઉપવાસ પર બેઠેલા મંગળભાઇ ગાવિતની તબિયત લથડતા ડોક્ટરની ટીમ તહેનાત કરવામાં આવી હતી.સ્થળ પર મંગળભાઈ ગાવીતનું બ્લડપ્રેસર અને સુગર લેવલ વધતા તેમની તબિયત લથડી હતી.જેથી ડોક્ટરોની ટીમ દોડી ગઈ હતી.અને સારવાર કરી હતી..

બોક્ષ-(2)ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારતા વન વિભાગનાં કર્મીઓ સ્થળ પરથી નાસી ગયા…

વહેલી સવારે ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળ ગાવીતે આત્માવિલોપનની ચીમકી આપ્યા બાદ અધિકારીઓ સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા.અહી વન વિભાગની અવારનવાર થતી હેરાનગતિ સામે કાયમી ઉકેલ લાવવા હવે મંગળ ગાવીતે આમરણાંત ઉપવાસનો સહારો લીધો છે.આજરોજ દક્ષિણ વનવિભાગ દ્વારા કોઈપણ નોટિસ આપ્યા વગર સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી,જેને લઈને મંગળ ગાવીતે અધિકારીને સવાલ કર્યા હતા. અને ખોટી રીતે હેરાનગતિ કરાતી હોવાનું જણાવી દોરડા વડે સ્થળ ઉપર આત્મવિલોપન કરવાની ચીમકી આપતા વન કર્મીઓ સ્થળેથી નાસી છૂટ્યા હતા.આત્મવિલોપનની ચીમકીને લઈને વઘઇ પોલીસ સ્થળ ઉપર આવી મંગળ ગાવીતને સમજાવવા પ્રયત્ન કર્યા હતા.જોકે મંગળ ગાવીતે જોઈન્ટ સર્વે કરી યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરવા જણાવ્યું છે.નજીકની બીજી તરફ સાકરપાતળ રેન્જમાં પણ કોઈ વનકર્મીઓની હાજર નથી.જ્યારે વનઅધિકારી પણ તેઓની કચેરીમાં જોવા મળ્યા નથી. જયારે લખાય છે ત્યા સુધી ડાંગના માજી ધારાસભ્ય અને જીલ્લા પ્રમુખ મંગળભાઇ ગાવિતને વન વિભાગ થકી થતી હેરાન ગતિ મુદે 7 કલાકથી ભર તાપમાં આમરણ ઉપવાસ પર બેઠેલા મંગળભાઇ ગાવીતને ન્યાય મળે એ માટે ડાંગનાં ધારસભ્ય વિજય પટેલ સહિત જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો સ્થળ પર ઊમટી પડ્યા હતા. જયારે ન્યાય માટે આમરણાંત ઉપવાસ પર બેઠેલા મંગળભાઇ ગાવિતને સમજાવટ પટાવટ માટે વન વિભાગ ઉચ્ચ અધિકારી અને દક્ષિણ ડાંગ વન વિભાગના ડીએફઓ નિલેશ પંડયા પહોંચ્યા હતા.પણ સમજાવટ પટાવટ પહેલા જ મંગળભાઇ ગાવિતના સમર્થકો આક્રોશમાં આવી જતા ચકમક થાય એ પહેલા વન વિભાગ અધિકારી સ્થળ છોડી પરત ફરવાની નોબત ઉભી થવા પામી હતી…

રીપોર્ટ : શેખર ખેરનાર
નિવાસી તંત્રી
ડાંગ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!