ભરૂચની છેલ્લી સિંગલ સ્ક્રીન રિલીફ ટોકીઝની 50 વર્ષની ફિલ્મી સફરનો ધી એન્ડ

ભરૂચની છેલ્લી સિંગલ સ્ક્રીન રિલીફ ટોકીઝની 50 વર્ષની ફિલ્મી સફરનો ધી એન્ડ
મેરે જીવન સાથી ફિલ્મથી લઈ ભારત ફિલ્મ સુધીની સફર ખેડનારી ભરૂચની છેલ્લી સિંગલ સ્ક્રીન રિલીફ ટોકીઝની 50 વર્ષની ફિલ્મી સફરનો ધી એન્ડ
ભરૂચમાં 50 વર્ષ પહેલાં શેઠ પરિવાર દ્વારા શહેરીજનોના મનોરંજન માટે રિલીફ સિનેમાં શરૂ કરાયું હતું. જે હવે કાયમ માટે અતીત બનવા જઈ રહ્યુ છે. મલ્ટીપ્લેક્સના યુગમાં સિંગલ સ્ક્રીન ટોકીઝનો ધી એન્ડ આવી જતા શહેરની છેલ્લી કાર્યરત ટોકીઝ પણ હવે તૂટી રહી છે જ્યાં આલીશાન કોમર્શિયલ બિલ્ડીંગ બનવા જઈ રહી છે.
બાલ્કની, અપર અને લોઅર આ શબ્દોથી આવનારી પેઢી કદાચ અજાણ હશે કારણે સિનેમા જગતના આ શબ્દો 60ના દાયકાથી લોકોના મોઢે ચડ્યા હતા. જોકે, હવે તેનું સ્થાન ક્લબ, ગોલ્ડ અને સિલ્વરે લીધું છે. આગળના શબ્દો વપરાતા હતા સિંગલ સ્ક્રીન ટોકીઝ માટે જયારે નવા શબ્દો છે મલ્ટીપ્લેક્ષનાં. ભરૂચ શહેરમાં સિંગલ સ્ક્રીનના 60 થી 70ના દાયકામાં સરસ્વતી, ભારતી, બસંત, શાલીમાર, રિલેક્ષ અને રિલીફ ટોકીઝ હતી. જેની જહોજહાલી જે તે સમયે અલગ જ હતી.
મલ્ટીપ્લેક્સ આવતા સિંગલ સ્ક્રીન સિનેમાનો યુગ આથમવા લાગ્યો છે અને એક બાદ એક ટોકીઝ કાળક્રમે બંધ થયા બાદ મલ્ટીપ્લેક્સ અને કોમ્પ્લેક્ષ બની ગયા છે. શહેરની છેલ્લી ટકી રહેલી શેઠના પરિવારની રિલીફ સીનેમાએ તેની પેહલી સફર વર્ષ 1972 માં શરૂ કરી હતી.
રિલીફ સિનેમામા પેહલી ફિલ્મ બોલીવુડના પેહલા સુપરસ્ટાર રાજેશ ખન્નાની મેરે જીવન સાથી આવી હતી. દર શુક્રવારે અલગ જ માહોલ જોવા મળતો ટોકીઝનો કર્મચારી મુંબઈથી પ્રિન્ટ લઈને આવે કે ટિકિટ બારી ઉપર સવારથી જ લાંબી કતારો લાગી જતી હતી. તેમજ પોસ્ટર લાગે કે જોત જોતામાં હાઉસફુલના પાટિયા લાગી જતા અને પછી શરૂ થતો ટિકિટ બ્લેકનો ખેલ. ટિકિટના દર જાણી તમે પણ નવાઈ પામશો બાલ્કનીના હતા 2 રૂપિયા તો મિડલ સ્ટોલના દોઢ અને લોઅર સ્ટોલનો એક રૂપિયો.
માર્ચ 2022 માં જ રિલીફ સિનેમા પોતાનો 50 વર્ષનો ભવ્ય ઇતિહાસ પૂર્ણ કરવા જઈ રહી છે. જોકે, તે પેહલા જ ટોકીઝ તૂટવાની અને તેના સ્થાને વિશાળ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બનવાનું શરૂ થઈ ગયું છે. આ ટોકીઝમાં રીલીઝ થયેલી છેલ્લી ફિલ્મ હતી સલમાન ખાનની ભારત જે બાદ કોરોના આવતા બંધ થયેલી સિંગલ સ્ક્રીન ફરી કયારે ખુલ્લી નહિ અને તેની ભવ્ય સફરનો કાયમ માટે અંત આવી ગયો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756