રાજકોટ માં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના કૌશલ્ય તાલીમ અને સ્થળ નિર્ધારણ (EST&P) અંતર્ગત કીટ વિતરણ.

રાજકોટ માં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના કૌશલ્ય તાલીમ અને સ્થળ નિર્ધારણ (EST&P) અંતર્ગત કીટ વિતરણ.
રાજકોટ ના રોજગાર વાન્છુક યુવાનો-યુવતીઓને તાલીમ દ્વારા રોજગારી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં કૌશલ્ય તાલીમ અને સ્થળ નિર્ધારણ (EST&P) ઘટક હેઠળ રાજકોટ શહેરમાં સરકાર માન્ય સંસ્થા “માઇક્રોવેવ કોમ્પયુટર્સ” દ્વારા “સુખસાગર હોલ, ભગવતીપરા રાજકોટ ખાતે તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેમાં હાલ “સેમ્પલીંગ ટેઈલર” ના ૩ તાલીમ વર્ગોમાં કુલ-૭૫ તાલીમાર્થી બહેનો તાલીમ લઇ રહ્યા છે અને તમામ તાલીમાર્થીઓને તા.૧૯-૧-૨૦૨૨ના રોજ શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેનશ્રી જ્યોત્સનાબેન ટીલાળાના વરદહસ્તે અભ્યાસક્રમની કીટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેનશ્રી જ્યોત્સનાબેન ટીલાળા, સિનિયર કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર શ્રીમતિ નયનાબેન કાથડ, દિપ્તીબેન આગરીયા તથા ESTP મેનેજરશ્રી જીગ્નાશાબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેનશ્રી જ્યોત્સનાબેન ટીલાળાએ તાલીમ લઇ રહેલ બહેનોને શુભેચ્છા પાઠવી હતી અને કોઈપણ કામને નાનું ન ગણતા દરેક સ્ત્રી પુરુષની સમોવડી બની જીવનયાત્રા સારી રીતે પસાર કરે અને પરિવારને આર્થિક રીતે ઉપયોગી થાય તે માટે સરકારશ્રીની આ યોજનાનો વધુને વધુ લાભાર્થીઓ લાભ લેવા જણાવ્યું હતું.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756