રાજકોટ માં મહાનગરપાલિકા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ ચકાસણી કરવામાં આવી

રાજકોટ માં મહાનગરપાલિકા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ ચકાસણી કરવામાં આવેલ હોય.
રાજકોટ માં મહાનગરપાલિકાએ હેલ્થ સપ્લીમેન્ટ ના ૩ નમૂના તપાસ બાદ રિપોર્ટમાં મિસ બ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ (૧) પરિવાર વેલનેસ INC (ગોડાઉન) શ્રમજીવી સોસા.૨/૫ કર્મયોગ મકાનની સામે, ઢેબર રોડ, રાજકોટ મુકામેથી પરેશભાઈ હરીલાલ ચોવટિયા પાસેથી લેવાયેલ ખાધચીજ BONTON SYRUP WITH HERBAL SUPPLEMENT FOR HEALTH SUPPORT (450 ML PACKED) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં FSSAI લોગો, હેલ્થ સપ્લીમેન્ટની ન્યુટ્રાસ્યુટીકલ/ ડાયેટરી યુઝ/ સ્પેશીયલ મેડીકલ પર્પઝ, બાળકો થી દુર રાખવા અંગેની ચેતવણી વિગતો દર્શાવેલ ન હોવાથી મિસ બ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ. (૨) ઓશો મેડીકેર ઓશો હોસ્પિટલ, ઢેબર રોડ, એસ.ટી. બસ પોર્ટ, ત્રીજો માળ, રાજકોટ મુકામેથી મીનલબેન પરેશભાઈ ચોવટિયા પાસેથી લેવાયેલ (વ્રજરાજ ઓર્ગેનિક, રામોદ તા.કોટડાસાંગાણી જી.રાજકોટ દ્વારા ઉત્પાદન કરેલ) ખાધચીજ RIMOKS (60 TABLETS PACK) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં FSSAI લોગો, હેલ્થ સપ્લીમેન્ટની ન્યુટ્રાસ્યુટીકલ/ ડાયેટરી યુઝ/ સ્પેશીયલ મેડીકલ પર્પઝ ની વિગતો દર્શાવેલ ન હોવાથી મિસ બ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ. (૩) ઓશો મેડીકેર ઓશો હોસ્પિટલ, ઢેબર રોડ, એસ.ટી.બસ પોર્ટ, ત્રીજો માળ, રાજકોટ મુકામેથી મીનલબેન પરેશભાઈ ચોવટિયા પાસેથી લેવાયેલ (પરિવાર વેલનેસ INC ૪૦૪-આરાધના કોમ્પલેક્ષ, કાન્તાસ્ત્રી વિકાસ ગૃહ રોડ, ભુતખાના ચોક રાજકોટ દ્વારા ઉત્પાદન કરેલ) ખાધચીજ NEFRASAY HERBAL SUPPLEMENT SYRUP (DIETARY SUPPLEMENT) (450 ML PKD.) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં FSSAI લોગો તથા ઉત્પાદક નું પૂરું સરનામું દર્શાવેલ ન હોવાથી મિસ બ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ. FSSA-2006 અન્વયે દૂધ ના લેવાયેલ ૨ નમુના ફૂડ સેફ્ટિ ઓન વ્હિલસ વાન સાથે સાધુ વાસવાણી રોડ, પુષ્કરધામ મેઇન રોડ વિસ્તારમાં આવેલ ફરસાણના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૦ ફુડ બિઝનેસ ઓપરેટરની વપરાશ માં લેવાતા ખાદ્ય તેલની TPC (TOTAL POLAR COMPOUNDS) વેલ્યુની ચકાસણી કરવામાં આવેલ. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ મુજબ દૂધ ના ૨ નમૂના લેવામાં આવેલ (૧) અમુલ ગોલ્ડ પાશ્ચુરાઈઝડ ફૂલ ક્રીમ મિલ્ક (૫૦૦ ML પેક) સ્થળ- શ્રી દ્વારિકાધીશ ડેરી ફાર્મ રામનગર શાકમાર્કેટ મેઇન રોડ, ગોંડલ રોડ (૨) અમુલ તાઝા પાશ્ચુરાઈઝડ ટોન્ડ મિલ્ક (૫૦૦ ML પેક) સ્થળ- શ્રી દ્વારિકાધીશ ડેરી ફાર્મ રામનગર શાકમાર્કેટ મેઇન રોડ, ગોંડલ રોડ ફરસાણના ધંધાર્થિઓની ચકાસણીની વિગત. ફૂડ વિભાગ દ્વારા તા.૨૧/૧/૨૦૨૨ ના રોજ શહેરના સાધુવાસવાણી રોડ, પુષ્કરધામ મેઇન રોડ વિસ્તારમાં આવેલ (૧) સ્વાતિ ગાંઠીયા હાઉસ (૨) ઉમિયાજી ફરસાણ (૩) Mr.PATEL ગાંઠીયા (૪) શ્રીનાથજી ફરસાણ (૫) મહાદેવ ગાંઠીયા (૬) એસ.કે.ફૂડ (૭) HACK CHARTS (૮) અનામ ઘૂઘરા (૯) હરભોલે ફરસાણ (૧૦) મહાવીર ફરસાણની ફૂડ સેફ્ટિ ઓન વ્હિલસ વાન સાથે ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલની TPC વેલ્યુ નીચકાસણી કરવામાં આવેલ હોય.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756