રાજકોટ ના ભક્તિનગર સર્કલ પાસે સિટી બસ સળગી, જાનહાની ટળી

રાજકોટ ના ભક્તિનગર સર્કલ પાસે સિટી બસ સળગી, જાનહાની ટળી
રાજકોટ માં M.૧૩ની રૂટનં.૭મી બજરંગવાડી સર્કલથી ભકિતનગર સર્કલ સુધીના રૂટની બસ સવારે ૯.૧૫ કલાક આસપાસ ભકિતનગર સર્કલ પાસે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બસમાં આગ લાગી ત્યારે એક પણ મુસાફર કે ડ્રાયવર અને કંડક્ટર બસમાં સવાર ન હતા. જેના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી. ભકિતનગર સર્કલ ખાતે રૂટનો અંતિમ સ્ટોપ હોવાના કારણે બસમાં કોઈ વ્યકિત બેઠેલો ન હતો. સિટી બસ આશરે ૧૨ વર્ષથી વધુ જૂની હોવાના કારણે કોઈ લોકલ કારીગર પાસે બસ રિપેરીંગ કરાવી હોવાના કારણે વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. સિટી બસમાં આગ લાગ્યાની જાણ થતાની સાથે જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગમાં બસ સંપૂર્ણ પણે બળીને ખાક થઈ ગઈ હતી દરમિયાન આ ઘટના બાદ કોર્પોરેશન દ્વારા સિટી બસ ઓપરેટર કંપની મારૂતી એજન્સીને ટ્રાફીક ઈન્સ્પેકટરને સાથે રાખી આજે સાંજ સુધીમાં તમામ ૯૦ સિટી બસમાં વાયરીંગ સહિતનું ચેકીંગ કરી રિપોર્ટ આપવા આદેશ આપી દેવામાં આવ્યો છે. દરમિયાન જે રૂટની બસ આગમાં બળીને ખાક થઈ ગઈ છે. ત્યાં નવી બસ મૂકી રૂઠ શરૂ કરી દેવામાં આવ્યો છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756