કડી પોલીસ સ્ટેશનના દબંગ પી.એસ.આઇ એ વહીવટ કરવા રાખ્યો સસ્પેન્ડ પોલીસ જમાદાર

કડી પોલીસ સ્ટેશનના દબંગ પી.એસ.આઇ એ વહીવટ કરવા રાખ્યો સસ્પેન્ડ પોલીસ જમાદાર
Spread the love

કડી પોલીસ સ્ટેશનના દબંગ પી.એસ.આઇ એ વહીવટ કરવા રાખ્યો સસ્પેન્ડ પોલીસ જમાદાર

— પોલીસ સ્ટેશનમાં કોઈનો ભરોસો નહીં કરતા દબંગ પી.એસ.આઇ એ વહીવટ કરવા રાખ્યો સસ્પેન્ડ પોલીસ જમાદાર

— સસ્પેન્ડ જમાદાર અગાઉ કડી પોલીસ મથકમાં ફરજ બજાવતો હોવાથી સમગ્ર વિસ્તારથી પરિચિત હોવાથી રાખ્યો હોવાની ચર્ચા

— જમાદાર થોડા સમય અગાઉ કડી પોલીસ મથકમાંથી ગંભીર ગુનામાં સંડોવાતા થયો હતો સસ્પેન્ડ

કડી પોલીસ મથકમાં ફરજ બજાવતા દબંગ પી.એસ.આઇ એ પોતાના તાબા ના વિસ્તારમાં વહીવટ કરવા સસ્પેન્ડ પોલીસ જમાદાર ને રાખ્યો હોવાની ચર્ચા પોલીસ મથકથી લઈ સામાન્ય જનતા પાસે ચર્ચાઈ રહી છે.

મહેસાણા જિલ્લામાં અન્યત્ર ફરજ બજાવતા દબંગ પી.એસ.આઇ.તાજેતરમાં જિલ્લા પોલીસ વડા ના બદલી હુકમથી કડી પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા છે.દબંગ પી.એસ.આઇ ને હજુ બીજા પોલીસ સ્ટેશન નો નશો હોવાનું અંગત સૂત્રો પાસેથી જણાયી આવ્યું છે.અંગત અને આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દબંગ પી.એસ.આઇ એ કડી પોલીસ સ્ટેશનમાં આવતાની સાથે જ પોતાના તાબા ના વિસ્તારમાં વહીવટ કરી શકે તેવા માણસની શોધમાં લાગી ગયા હતા.તેમની શોધખોળ આખરે વિસ્તારના જાણીતા અને ગંભીર ગુનામાં સંડોવાયેલા સસ્પેન્ડ થયેલા પોલીસ જમાદાર ઉપર અટકી હતી.આખરે તેમણે તેમના તાબા વિસ્તારની વહીવટની જવાબદારી સસ્પેન્ડ પોલીસ જમાદાર ના માથે નાખી પોતે બેફિકર થયી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.કહેવત છે ને પાપ છાપરે ચડીને પોકારે તેમ સમય જતા ધીમે ધીમે પોલીસ બેડા સહિત સમગ્ર વિસ્તારમાં સસ્પેન્ડ પોલીસ જમાદાર ને વહીવટદાર રાખ્યો હોવાનો ગણગણાટ શરૂ થયો છે.સસ્પેન્ડ પોલીસ જમાદાર પણ સવાર પડતાની સાથે જ પોતેજ તે વિસ્તારનો ઇન્ચાર્જ હોય તેમ નવા વ્યક્તિઓ જોડે પૈસા ઉઘરાવવા પહોચી જાય છે.
દબંગ પી.એસ.આઇ. વિવિધ ગુનાઓના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં હાજર કરવાના અને માર નહિ મારવાના કેટલા રૂપિયા ઉઘરાવી રહ્યા છે તેની માહિતી ટૂંક જ સમયમાં આપની સામે મુકવામાં આવશે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!