ગાંધીધામ માં જીવદયા કાર્ય

ગાંધીધામ માં જીવદયા કાર્ય
ગત રાત્રે ૮ વાગ્યે ગાંધીધામ ગણેશનગર વિસ્તાર ના MMS ગોડાઉન નંબર 1 પાસે એક નંદીમહારાજ ખુલ્લી ગટર ની ચેમ્બર માં પડી ગયેલ હતા . અખિલ ભારતીય નવયુગ સંસ્થા ના રાજભા નારણભા ગઢવી ને જાણ થતા જ તેઓ તેમની ટીમ અખિલ ભારતીય નવયુગ સંસ્થા (ગૌ રક્ષા દળ) ને સાથે લઇ ને તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી આવ્યા હતા અને જે.આર. રોડલાઇન્સ ની હીટાચી મેનેજમેન્ટ ના દીનેશભા ઞઢવી અને કરસનભાઈ માલી નો સંપર્ક કરી એમની હિટાચી દ્વારા નંદી મહારાજ ને વ્યવસ્થિત રીતે ગટર ની ચેમ્બર માંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાજભા ઞઢવી દ્વારા જે આર રોડલાઇન્સ નો આભાર માનવામાં આવ્યો હતો
આ સેવાકીય કાર્ય મા રાજભા ગઢવી,કિરણભાઈ પ્રજાપતિ,ભરતભાઈ ધવલેશા,
રજતભાઈ વાનખેડે,સંજયભાઈ દેવીપૂજક,ઉપેન્દ્રભાઈ ચૌહાણ,
કલ્પેશભાઇ જોશી અને કાર્તિકભાઈ કોનર જોડાયા હતા.
રિપોર્ટ ભારતી માખીજાણી કચ્છ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756