વેરાવળ અને પ્રભાસ પાટણ શહેર પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રોશનીથી ઝળહળી ઉઠ્યું

વેરાવળ અને પ્રભાસ પાટણ શહેર પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રોશનીથી ઝળહળી ઉઠ્યું
૭૩માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વસંધ્યાએ પ્રભાસ પાટણ-વેરાવળ રોશનીથી જળહળી ઉઠ્યું છે. સમગ્ર શહેરને એક નવોઢા જેવા શણગાર કરવામાં આવ્યાં છે. જિલ્લાની વહીવટી ગતિવિધિઓના કેન્દ્ર ઈણાજ ખાતેના જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત ભવન અને જિલ્લા પોલીસ ભવનની ઈમારતોને રંગબેરંગી લાઈટીંગથી સુશોભિત કરવમાં આવી છે. ઉપરાંત વેરાવળ ખાતે પાટણ દરવાજા, પ્રાંત કચેરી, નગરપાલિકા, મામલતદાર કચેરી જિલ્લા ન્યાયાલય રાજેન્દ્ર ભુવન રોડ, સરકારી અતિથિ ગૃહ સહિતના સ્થળોએ રોશનીથી જગમગાટ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ : પરાગ સંગતાણી,
ગીર સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756