મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : આજે કોરોનાના નવા 254 કેસ નોંધાયા
જિલ્લામાંથી 318 દર્દીઓ થયા ડિસ્ચાર્જ : એકટીવ કેસની સંખ્યા થઈ 1717
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહો છે. આજે નવા 254 કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ મોરબી પંથકમાં 191 કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં આજે 318 દર્દીઓ સાજા પણ થયા છે.
મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 1614 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 254 દર્દી ઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી શહેરમાં
115 કેસ, મોરબી ગ્રામ્યમાં 76,વાંકાનેર શહેરમાં 8 ,વાંકાનેર ગ્રામ્યમાં 14, કેસ,હળવદ શહેરમાં 02, હળવદ ગ્રામ્યમાં 11, ટંકારા ગ્રામ્યમાં 21 કેસ નોંધાયા છે.જ્યારે માળિયા તાલુકા માં 7 કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઈ છે. તો આજે મોરબી જિલ્લામાં કુલ 318 દર્દીઓ સાજા થયા છે. જેમાં મોરબી તાલુકામાંથી 252 , વાંકાનેર તાલુકા માંથી 26 ,હળવદ તાલુકામાંથી 08, ટંકારા પંથકમાંથી 26,
અને માળીયા તાલુકામાંથી 06, દર્દી સાજા થયા છે. હાલ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1717 એ પહોંચી છે.
રીપોર્ટ: – જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756