રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની ઓલપાડ નગરની કુમારી દ્દષ્ટિ પટેલ દ્વારા અનોખી ઉજવણી

રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની ઓલપાડ નગરની કુમારી દ્દષ્ટિ પટેલ દ્વારા અનોખી ઉજવણી
Spread the love

‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની ઓલપાડ નગરની કુમારી દ્દષ્ટિ પટેલ દ્વારા અનોખી ઉજવણી

દુનિયાની સૌથી મોટી લોકશાહી એટલે ભારત દેશની લોકશાહી કે જ્યાં દેશના મતદારો પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. દેશનું ચૂંટણી પંચ બંધારણની જોગવાઈ મુજબ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરે છે. ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે કરવામાં આવી હતી. જેની સ્મૃતિરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા વર્ષ ૨૦૧૧ થી દર વર્ષની ૨૫મી જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.
મતદારો તેમના અધિકારો સમજે, પોતાના મતદાનનું મહત્વ સમજે ઉપરાંત તેઓ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની સમજણ કેળવે એ આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે. પ્રવર્તમાન સમયમાં કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સરકારે વર્તમાનપત્રો, ટેલિવિઝન, રેડિયો ઉપરાંત વૉટ્સએપ જેવા માધ્યમથી મતદારોમાં જાગૃતિ ફેલાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે.
ત્યારે નવોદિત ક્રિકેટરની જેમ નવોદિત મતદાર યુવક-યુવતીઓમાં પણ આગામી ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે, જેનો એક મજાનો કિસ્સો ઓલપાડ નગર ખાતે જોવા મળ્યો હતો. ઓલપાડ નગરના ઝાંપાફળિયામાં રહેતી યુવતી દ્દષ્ટિ વિજયભાઈ પટેલે અનોખી રીતે આ દિવસની ઉજવણી કરી હતી. તેણીએ સ્વહસ્તે પોતાનો સંદેશ રંગોળી વડે કંડારી અન્યને આ વિશેષ દિવસની ઉજવણીનો સંદેશ પાઠવવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે દ્દષ્ટિ અને તેણીની સખીઓએ આગામી ચૂંટણીમાં બિનચૂક મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો.

 

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!