શ્રી રામની વ્હાલી ખિસકોલીએ પણ ઘ્વજવંદન કર્યું

26 મી જાન્યુઆરી એ સમગ્ર દેશમાં 73 મા પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી થનાર છે ત્યાંરે સોશ્યલ મિડિયા પર વાયરલ થયેલી એક તસવીર સૌકોઇ નું ઘ્યાન આકર્ષીત કર્યુ છે.ત્યારે રામાયણ માં રામસેતુ ના નિર્માણ મા પોતાના નાનાકદ સાથે પણ મોટું યોગદાન આપનાર ખિસકોલી રેતી માં આળોટી ને પછી સેતુ પર એ રીતે વિખેરતી એવીજ રીતે આજના યુગ ની એક ખિસકોલી પણ તિરંગો લઇને તેને સલામ કરી રહી છે.જે આ તસવીર ઘણું બધું કહી જાય છે. દેશના વીર સપુતો ને જેના કારણે આજે આઝાદ છીએ અને દેશના દરેક નાગરીક માં સૌ પ્રત્યે ની સદભાવના વઘે તેનો સંકલ્પ આ પ્રજાસત્તાક પર્વ મા લેવામાં આવે તેવું કાંઈક સૂચન આ તસવીર કહી જાય છે.
–

