ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.
ખેડબ્રહ્મા તાલુકા કક્ષા અને શહેરી કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉજવણીકાર્યક્રમની ઉજવણી સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલયના પ્રાંગણમાં નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.યુ. શાહના વરદ હસ્તે કરવામાં આવી હતી
9:00 નાયબ કલેક્ટર એચ યુ શાહ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો
પોલીસની મધુર બેન્ડની ધ્વનિ માં ઉપસ્થિત મહાનુભાવો અને પોલીસ ફોર્સ એ ત્રિરંગાને સલામી આપી હતી
ત્યારબાદ હર્ષ ધ્વનિ થી જ્યોતિ પરિસર ગુંજી ઉઠ્યું હતું
73 મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નાયબ કલેક્ટર એચ યુ શાહ દ્વારા ઉદ્બોધન કરી રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ખેડબ્રહ્મા તાલુકા અને નગરજનોને શુભ સંદેશો પાઠવ્યો હતો કે આપણને મળેલી મહામુલી આઝાદીનું આપણે સહુ જતન કરીશું
અને રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવી સહકાર અને બંધુતા ની ભાવના વિકસાવીશુ.
ત્યારબાદ બેન્ડ ની મધુર ધ્વનિ થી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું
સાથે સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.
નાયબ કલેકટર એચ.યુ શાહ સાહેબ ને સંસ્થાના મંત્રી જેઠાભાઇ કે પટેલ દ્વારા શાલ ઓઢાડી અને જ્યોતિ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું
મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ હેત્તલ વસૈયા મેડમ ખેડબ્રહ્મા નું શાલ અને પુસ્તક આપી સ્મિતાબેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું
ખેડબ્રહ્મા પીએસઆઇ જાની સા. નું સ્વાગત સુપરવાઇઝર પ્રફુલભાઈ કે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
સાથે સિનિયર સિટીઝન મંડળ ખેડબ્રહ્માના કિર્તીભાઈ જોશીનું તેમજ માતૃ બાળ કલ્યાણ અને ડિલિવરી અંગેની ઉત્કૃષ્ટ સેવા બદલ સ્ટાફ નર્સ નું સન્માન કરવામાં આવ્યું હતું
જેમાં કુમારી શ્વેતાબેન ચૌધરી સ્ટાફ નર્સ દેરોલ psc,
સોનલબેન એન બેગડીયા
સ્ટાફ નર્સ ખેરોજ
અંકિતાબેન ત્રિવેદી સ્ટાફ નર્સ મીઠીબીલી અને
ખેડવા પીએસસીના સંગીતાબેન બી મકવાણા ને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું
આ ઉપરાંત કોરોના વોરીયસૅ ને પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવ્યા હતા
સામાજીક વનીકરણ વિભાગ સાબરકાંઠા અને ખેડબ્રહ્મા રેન્જ ફોરેસ્ટ ટીમ દ્વારા વૃક્ષારોપણ કરી લોકોને શુભસંદેશો આપ્યો હતો કે વધુ માં વધુ વૃક્ષો ઉછેરી વૃક્ષોનું જતન કરવું જોઈએ
આ ઉપરાંત એલ.આઇ.સી દ્વારા સર્વશ્રેષ્ઠ છાત્ર એવોર્ડ
ચેલ્સી પંચાલ અને હિમૅષૅ વાય પંડ્યાને સર્વશ્રેષ્ઠ છાત્ર એવોર્ડ પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ખેડબ્રહ્મા વહીવટીતંત્ર અને નગરપાલિકા ખેડબ્રહ્મા દ્વારા
ધ્વજ વંદન કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો નો આભાર વ્યક્ત કર્યો હતો
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સાગરભાઇ પટેલ કારોબારી ચેરમેન પ્રવિણસિંહ સોલંકી, નગરપાલિકા સ્ટાફ,
તાલુકા પંચાયત પુવૅપ્રમુખ શિવુભાઈ ગમાર, અરવિંદ ઠક્કર
ત્રિગુણા બેન પંડ્યા, ટી.એચ.ઓ ગોસ્વામીતથા સ્ટાફ, ખેડબ્રહ્મા રેન્જ ફોરેસ્ટ વિભાગ સ્ટાફ,
તાલુકા પંચાયત સ્ટાફ, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીનો તમામ સ્ટાફ, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન નો તમામ સ્ટાફ,જ્યોતિ પરિવારના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો તેમજ ખેડબ્રહ્મા નગરજનો અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
અંતમાં
જ્યોતિ પરિવાર વતી
આચાર્ય સુરેશભાઇ પટેલે સમગ્ર વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ: ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756