મોરબી જિલ્લામાં આજે કોરોનાની ગતિ ધીમી પડી આજે નવા 125 કેસ નોંધાયા
જિલ્લામાંથી 265 દર્દીઓ થયા ડિસ્ચાર્જ : એકટીવ કેસની સંખ્યા થઈ 1577
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસો ગતિ ધીમી પડતી હોય તેમ આજે નવા 125 કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ મોરબી પંથકમાં 103 કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં આજે 265 દર્દીઓ સાજા પણ થયા છે.
મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 1014 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 125 દર્દી ઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી શહેરમાં
79 કેસ, મોરબી ગ્રામ્યમાં 24 ,વાંકાનેર શહેરમાં 02 , વાંકાનેર ગ્રામ્યમાં 04, કેસ,હળવદ શહેરમાં 03, હળવદ ગ્રામ્યમાં 05, ટંકારા ગ્રામ્યમાં 05,કેસ નોંધાયા છે.જ્યારે માળિયા તાલુકામાં 3, કેસ નોંધાતા આરોગ્યતંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો આજે મોરબી જિલ્લામાં કુલ 265 દર્દીઓ સાજા થયા છે. જેમાં મોરબી તાલુકામાંથી 210 , વાંકાનેર તાલુકા માંથી 18 ,હળવદ તાલુકામાંથી 14, ટંકારા પંથકમાંથી 15, અને માળીયા તાલુકામાંથી 08,દર્દી સાજા થયા છે. હાલ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1577 એ પહોંચી છે.
રીપોર્ટ: – જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756