બાવલું પંથકમાં સાત માસ અગાઉ બે લાખથી વધુની લૂંટમાં ફરાર થયેલ આરોપી ઝડપાયો

– બાવલું પંથકમાં સાત માસ અગાઉ બે લાખથી વધુની લૂંટમાં ફરાર થયેલ આરોપી ઝડપાયો
– ચાર પૈકી એક આરોપી ફરાર હતો જેને પોલીસે ઝડપી પાડ્યો
કડી તાલુકાના બાવલું પોલીસ મથકમાં પીએસઆઇ એમ.એન રાઠોડે ચાર્જ સાંભળતાની સાથે સાત એક માસ અગાઉ બનેલી લૂંટની ઘટનાનો વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો સાત માસ અગાઉ બાવલું પોલીસની હદમાં ચાર જેટલા ઈસમોએ 2 લાખથી વધુની લૂંટ આચરી હતી જેતે સમયે ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા જ્યાં એક આરોપી ફરાર હતો જેણે બાવલું પોલીસે બાતમી આધારે ઝડપી લીધો હતો
બાવલું પોલીસ મથકના પીએસઆઇ એમ.એન રાઠોડ ને લૂંટ કેસમાં ફરાર આરોપી અંગે બાતમી મળી હતી કે આરોપી કલ્યાણપુરા થઈને કડી જનાર છે જે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી જ્યાં આરોપી કલ્યાણપુરા પાસે અવતાની સાથેજ પોલીસે તેને ઝડપી લીધો હતો બાવલું પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રતનપુર ખાતે રહેતો અને લૂંટ કેસમાં ફરાર આરોપી રબારી વિપુલને ઝડપી તેનો કોવિડ ટેસ્ટ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756