કડીમાં 73માં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી

કડીમાં 73માં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી
કરૂણા અભિયાન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓ તેમજ સંસ્થાઓનું સન્માન કરાયું
કડીમાં આવેલ મામલતદાર કચેરી ખાતે મામલતદાર જયદીપસિંહ ચૌહાણ ના હસ્તે ધ્વજવંદન કરી 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી..કોરોનાને પગલે સીમિત આમંત્રિત મહેમાનો સાથે ઉજવણી કરી હતી.
જેમાં મામલતદાર જયદીપસિંહ ચૌહાણ તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.બાદમાં પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું..મામલતદારએ રાષ્ટ્રીય પર્વને અનુરૂપ સંબોધન કર્યુ હતું.અંતમાં તાલુકામાં શ્રેષ્ઠ કાર્ય કરનારાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.આપણા ભારત દેશનો 73મો પ્રજાસત્તાક દિવસ છે. 1950માં આપણા દેશે પોતાનું આગવું બંધારણ સ્વીકારીને પ્રજાનું સુશાસન પ્રાપ્ત કર્યુ. તેનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ આપણા સૌ માટે પવિત્ર દિવસ છે. ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્ણાંત અને વિદ્વાનો દ્વારા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું. સરદાર પટેલે દેશને એક તારે બાંધ્યો હતો અને ડો.આંબેડકરે બંધારણ ઘડી આપણને સ્વશાસન આપ્યું છે. જયારે પ્રજાસત્તાક રાષ્ટ્રની પ્રજા માટે શાંતિ અને સલામતી, એકતા અને અમનનું વાતાવરણ બની રહે. રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓની વિગતો આપતાં તેમણે ઉપસ્થિત નગરજનોને આ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કડી તાલુકા ના નાગરિકોને તેમણે પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.
સરકારની કોવીડની ગાઇડલાઇન મુજબ યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત તમામ ગાઈડ લાઇનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યું હતું.કરૂણા અભિયાન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓ તેમજ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ પદાધિકારીઓ અને અધિકારીઓના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તથા કડી માં નગરપાલિકા, તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે અન્ય જગ્યાઓએ ઠેર ઠેર 73 માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કડી મામલતદાર કચેરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કડી મામલતદાર સાહેબ જયદીપસિંહ ચૌહાણ કડી નગરપાલિકા પ્રમુખ ભરતભાઇ પટેલ કડી તાલુકા પંચાયત પ્રમુખ અજીતભાઈ પટેલ, એ.પી.એમ.સી ચેરમેન રાજુભાઈ પટેલ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ તથા અન્ય ભાજપના હોદ્દેદારો તથા અન્ય કાર્યકર્તાઓ અને કડી ના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756