આદર્શ વિદ્યાલય કરણનગર રોડ કડી માં 73 મો પ્રજાસત્તાક દિન ઉજવાયો

આદર્શ વિદ્યાલય કરણનગર રોડ કડી માં 73 મો પ્રજાસત્તાક દિન ઉજવાયો
શ્રી ડાહ્યાભાઈ પટેલ વિદ્યા સંકુલમાં 26/1/22 ના રોજ સવારે 8=30 કલાકે ધ્વજવંદનથી કાર્યક્રમ શરૂ થયો..આ વખતની ખાસ વિશેષતા કે *સંસ્થાની શરૂઆતથી સેવામાં જોડાયેલ સેવકભાઈ શ્રી અશોકભાઈ પ્રજાપતિના હસ્તે ધ્વજારોહણ-વંદન થયું*.મુખ્ય વક્તા તરીકે માધ્યમિક ઈન્ચાર્જ શ્રી નરેન્દ્રભાઈ પટેલે આઝાદી વખતના ક્રાંતિવીંરોનું યોગદાન સરળ શૈલીમાં રજૂ કર્યું હતું..નિયામકશ્રી ભરતભાઇએ શ્રી સુભાષચંદ્ર બોઝ વિશે અને મૂર્તિ અનાવરણની વાત રજૂ કરી હતી. કોરોનાને અનુલક્ષીને ફક્ત સ્ટાફની હાજરીથી મર્યાદિત સમયમાં શ્રી સુરેશભાઈ દ્વારા આભારવિધિથી કાર્યક્રમ સંપન્ન થયો. ધ્વજરક્ષક તરીકે કલ્પેશભાઈ હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી પીન્કીબેન અને શ્રી સંગીતાબેને કર્યું હતું.. કાર્યક્રમના સ્વરૂપ સંયોજક શ્રી મુકેશભાઈ પટેલ હતા..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756