નુગર સર્કલ પાસેથી ચોરીના બાઈક સાથે મંડાલી ગામનો યુવાન ઝડપાયો

– નુગર સર્કલ પાસેથી ચોરીના બાઈક સાથે મંડાલી ગામનો યુવાન ઝડપાયો
– મહેસાણા LCB એ બાતમી આધારે કાર્યવાહી કરી
મહેસાણા શહેરમાં તાલુકા પોલીસ મથક વિસ્તાર માંથી બાઈક ચોરી કરી ફરાર થયેલો યુવાન આખરે પોલીસ સકંજામાં આવ્યો હતો મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે યુવાનને મહેસાણા બાયપાસ પાસેથી દબોચી લીધો હતો
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એસ.બી ઝાલા અને તેમની ટિમ મહેસાણા ખાતે પેટ્રોલિંગ પર હતા એ દરમિયાન બાતમી મળી હતીકે એક ઈસમ ચોરીના બાઈક સાથે મોઢેરા ગામ બાજુથી નુગર સર્કલ પાસેથી પસાર થનાર છે બાતમી મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી ક્યાં એક યુવાન લાલ કલર નું પલ્સર બાઈક લઈને નીકળતા તેને ઝડપી લીધો હતો
ઝડપાયેલો યુવાન મિસ્ત્રી ચિરાગ જે બેચરાજી તાલુકાના મંડાલી ગામનો હોવનું જણાવ્યું હતું જ્યાં પૂછપરછ દરમિયાન ચોરી કરેલું બાઈક યુવાને અમદાવાદના ખોખરા વિસ્તારમાં ચોરી કર્યું હોવનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756