યાદ રાખો કોઈ પણ વ્યક્તિ કે વાત સંપૂર્ણ ખોટી હોતી જ નથી.

યાદ રાખો કોઈ પણ વ્યક્તિ કે વાત સંપૂર્ણ ખોટી હોતી જ નથી.
Spread the love

તમને ખબર છે આપની સફળતા અને નિષ્ફળતા માટે આપણી હાર અને જીત માટે કોણ જવાબદાર છે?
બીજુ કોઈ નહિ આપણે પોતે જ આપણી સફળતા અને નિષ્ફળતા માટે હાર જીત માટે આપણે પોતે જ પુરેપુરા જવાબદાર છે. કેમ કે આપણે ઉતાવળ બહુ હોય છે બધું કામ ફટાફટ કરી નાખવું છે. ધીરજ સહનશક્તિ સબરનો અભાવ છે આપણામાં લાંબુ વિચારતા નથી દુરંદેશીનો અભાવ છે. કોઈ કામ મન લગાવીને દિલ લગાવીને પુરી તાકાત નિષ્ઠાપૂર્વક કરવું નથી. અને નિષ્ફળતા માટે નસીબનો વાંક કાઢીએ છે. અરે ભગવાન મારુ કોઈ દિવસ સાંભળતા જ નથી કહી નિરાશ થઈ જઈએ છે.
આપણે પ્રાર્થના કરતા હોઈએ તો પ્રાર્થનામા વિશ્વાસ રાખો બોલબોલ બહુ કરીએ છીએ પણ કોઈને સાંભળતા નથી. કોઈને પણ બોલવા દેતા નથી ખર્ચો ખુબ કરવો છે પણ આવક કેમ વધે તે માટે કોઈ દિવસ વિચારતા નથી. બાંધી આવકમાં ખર્ચો વધારતા જ જઈએ છે પછી લોનો લઈ ઉછીના રૂપિયા લઈ સુખનો જીવ દુઃખમા નાખી દઈએ છીએ. ઉધારના રૂપિયા કદી સાચું સુખ આપી શકતા નથી એ હમેશા યાદ રાખો.
આપણે સંબંધો ફટાફટ ઉપરછલલા બનાવી દઈએ છીએ નિભાવતા નથી. આપણે સેકડો ભુલ ડગલે ને પગલે કરીએ છીએ લોકો આપણે માફ કરી દેશે એમ અપેક્ષા રાખીએ છીએ. પણ કોઈ દિવસ કોઈને પણ નાની ભુલ માટે પણ માફ કરી શકતા નથી. તમે વિચારો છેલ્લે તમે ક્યારે કોઈને માફ કર્યા તે તમને યાદ આવે છે? યાદ નથી આવતું ને ? કારણકે આપણે કોઈ દિવસ કોઈને માફ કરી શકતા જ નથી.આપણે કોઈને સાચા દિલથી માફ કરી દઈએ તો આપણે હળવાફુલ થઈ જઈએ માથા પરથી મણમણનો બોજ ઉતરી જાય પણ આપણે આપણો ઈગો મદ અહંકાર નડે છે. આપણે એ સમજતા જ નથી કે કોઈને ના નડવું એના જેવું પુણ્ય બીજું એક પણ નથી. માફી બીજા માટે નહીં તમારા ફાયદા માટે છે. તમને ખુશી જોઈતી હોય ખડખડાટ હસવું હોય તો તમારા ચહેરા પર નિર્દોષ હાસ્ય કુદરતી સ્મિત જોઈતું હોય તો બધાને તરત માફ કરી દો પછી તમે જોશો તમને જીવવાની મજા આવશે. કોઈના પણ મોઢા પર દિવસમાં એક વખત તમે હાસ્ય લાવી શકો તો તમારો આજનો દિવસ સફળ છે એમ માનજો.
બને ત્યા સુધી ઝઘડા લડાઈથી દુર જ રહેજો કોઈની બિનજરૂરી ટીકા નિંદા તો બિલકુલ કરશો નહિ. રોજ તમને અનુકૂળ હોય એ સમયે પોતાના ઇષ્ટદેવને યાદ કરો. બીજાનું સન્માન ઈજ્જત કરતા શીખો. જે સાચું હોય તે જ બોલો. સારું ઠીક લાગે તે જ કરો બધી વસ્તુઓમાં નફા નુકસાનનો હિસાબ રાખશો નહિ.
પિતાથી મોટો કોઇ સલાહકાર નથી માતાથી મોટો કોઈ છાંયડો નથી. તમારા પરિવારથી મોટી અણમોલ દોલત બીજી કોઇ પણ આ દુનિયામાં નથી.ભાઈથી મોટો કોઈ ભાગીદાર નથી.તમારી બહેન જ તમારી સૌથી મોટી શુભચિંતક છે. પત્નીથી મોટો દોસ્ત બીજો તમને ક્યાંય નહીં મળે
સંયમ સબર ધીરજ તમારા ચારિત્ર્યની કિંમત વધારે છે. આપના સગાંવહાલાં દોસ્તો ઓળખીતામાં આપની કિંમત વધારે છે
આપણે આપણું સૌથી મોટું નુકસાન જાણ્યે અજાણ્યે દરરોજ કરીએ છે કેવી રીતે ? આપણે દરરોજ બિનજરૂરી ફિકર ચિંતાઓ કર્યા કરીએ છીએ આપણે વિવેકભાન ભૂલી જઈએ છીએ.ચિંતાથી મનોબળનો ખલાસ થઈ જાય છે અશાંતિ સર્જાય છે. આપણા ચહેરા પરથી તેજ ગાયબ થઈ જાય છે.
કોઈ પણ સ્વાર્થ વગર ફળની ચિંતા કર્યા વગર સેવા કરતા રહો. પોતાના મતલબનો વિચાર કરશો નહિ સમર્પણ કરવું હોય તો મગજનો ઉપયોગ કરશો નહિ જો મનની શક્તિ જોઈતી હોય તો દરેક માણસમાં ભગવાનના દર્શન કરો જીવમાત્રમાં પ્રભુનો વાસ છે અંશ છે એમ માનો.
તમારી પાસે જે કઈ છે એ બીજા અબજો માણસોનું સપનું છે તમને કદાચ તમારી પાસેના મલમિલ્કત ધનદોલત નામ સન્માનની સાચી વેલ્યુ ખબર નથી.તમારી પાસે જે કઈ છે એ મેળવવા કેટલાક વરસોથી રાતદિવસ ખૂનપસીનો એક કરી રહ્યા છે. યાદ રાખો કોઈ તમારી ટીકા કરે તો સમજજો તમે સફળ છો તમે કદી નિષ્ફળ માણસની ટીકા સાંભળી છે તમે બરાબર તમારા કર્મ કરતા રહો.
બીજી ખાસ અગત્યની વાત કોઈ દિવસ પણ સરળ જીવન મળે એ માટે પ્રાર્થના કરશો નહિ બલ્કે પ્રાર્થના એ શક્તિ માટે કરો જે તમને દરેક તકલીફો મુસીબતો સહન કરવાની શક્તિ માટે કરો
તમારા કામમાં તમારું પૂરેપૂરું જોર લગાવી દો દિલ લગાવીને કોશિશ કરો જે કામ તમને યોગ્ય લાગે તે બેધડક વિના વિલંબે કરો.કડવી દવા તમે ચાવી શકતા નથી માટે કડવી દવા સીધા ગળી જાવ
એવી જ રીતે જીવનમાં કડવી યાદો નિષ્ફળતા ભૂલી જાવ ગળી જાવ ચાવ ચાવ કરશો નહિ સીધા ગળી જાવ .જો એક વાત પકડી રાખશો તો ચોક્કસ તમારી આવતી કાલ આવતો દિવસ ઉચાટમાં જ વીતશે..
રૂપિયા બધા જ કમાઈ છે તમે પણ કમાવો પણ સાથોસાથ દુવાઓ પણ કમાવો કેમ કે અમુક
અર્શકામ અબજો રૂપિયા નથી કરી શકતા એ માત્ર કોઈની સાચા દિલની દુવા કરી આપે છે યાદ રાખો જરૂરિયાતમંદ લોકોની દુવા અર્શ પર તરત જ કબૂલ થાય છે.
કોઈ પણ વસ્તુ કે વાત ક્યારે પણ સંપૂર્ણ ખરાબ હોતી નથી. તમે બરાબર નિરીક્ષણ કરો કઈ તો તમને સારું ચોક્કસ દેખાશે. માટે કોઈના માટે પણ ખોટો અભિપ્રાય આપતા પહેલા બરાબર વિચારો.
તમને દુઃખી થવું હોય તો દરેક વાતમાં વ્યક્તિમાં ખામી શોધો જો સુખી થવું હોય તો દરેક વાતમાં વ્યક્તિઓમાં ખૂબીઓ શોધો.
લોભ લાલચ ઈર્ષા મોહથી બચો અદેખાઇ દેખાદેખીથી દૂર રહો.
આરામ ચેન સૂકુંનથી જીવો જીવવા દો

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!