પૂર્વ કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ/ખાતમૂર્હત કાર્યક્રમ યોજાયો

પૂર્વ કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ/ખાતમૂર્હત કાર્યક્રમ યોજાયો
Spread the love

પૂર્વ કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ/ખાતમૂર્હત કાર્યક્રમ યોજાયો.

પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી માન.ગણપતસિંહ વસાવાના હસ્તે ઉમરપાડા તાલુકામાં રૂ।.૧.૮૨ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ/ખાતમૂર્હત કાર્યક્રમ યોજાયો.
માંગરોલ..દે ગ ડી યા

પૂર્વ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબ ઉમરપાડા તાલુકામાં વિવિધ વિકાસના કામો જેવા કે કંન્સ્ટ્રકશન ઓફ સાદડાપાણી સ્મશાન રોડ રૂ।.પ૯.૦૦ લાખના કામનું લોકાર્પણ, નાનાસુતખડકા ગામે તાપી કરજણ લીંક યોજના સિંચાઇ અંતર્ગત ચેકડેમ રૂ।.૬૩.૦૦ લાખના કામનું ખાતમહુર્ત, નાનાસુતખડકા ગામે પુરસંરક્ષણ દિવાલનું રૂ।.૧૫.૦૦ લાખના કામનું ખાતમહુર્ત, તેમજ કંન્સ્ટ્રકશન ઓફ નવાચકરા ગામે ગામીત ફળિયામાં રોડ રૂ।.૪૫.૦૦ લાખના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં આવેલ આદિજાતિ હસ્તકની સરકારી કુમાર/કન્યા છાત્રાલયમાં માન્ય સંખ્યા ઓછી હોવાના કારણે બાળકો પ્રવેશથી વંચિત રહી જતા હતા તેવી રજુઆતો સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા રજુઆત આવતા આ અંગે ગુજરાત સરકારમાં આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઇ પટેલને રજુઆત કરવામાં આવી હતી તેઓશ્રી તરફથી ઉમરપાડા ખાતે આવેલ કન્યા છાત્રાલયમાં ૧૩૫ અને કુમાર છાત્રાલયમાં ૧૫૦ તેમજ વાંકલ ખાતે આવેલ સરકારી કન્યા છાત્રાલયમાં ૧૦૦ નો વધારો કરી પ્રવેશ આપવા મંજુરી આપવામાં આવેલ જે અંગે ઉમરપાડા કન્યા છાત્રાલય ખાતે પ્રવેશ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રીશ્રી સામસીંગભાઇ વસાવા, સુરત જિ.પં.ના કારોબારી અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ વસાવા, જિ.પં.સદસ્યશ્રી દરિયાબેન વસાવા, ઉમરપાડા તાલુકા સંગઠન પ્રમુખશ્રી વાલજીભાઇ વસાવા, ઉમરપાડા તાલુકા સંગઠન મહામંત્રીશ્રી અર્જુનભાઇ વસાવા તથા અમિષભાઇ વસાવા, ઉમરપાડા તા.પં.ના પ્રમુખ શ્રી શારદાબેન ચૌધરી, ઉમરપાડા તા.પં.ના ઉપ્રમુખશ્રી વિપુલભાઇ વસાવા, ઉમરપાડા તા.પં.ના કારોબારી અધ્યક્ષશ્રી મોહનભાઇ વસાવા, ઉમરપાડા તા.પં.ના ચુંટાયેલા સદસ્યશ્રીઓ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી મેહુલભાઇ વાળા, મદદનીશ કમિશ્નરશ્રી અનિતાબેન દેસાઇ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સોલંકી તથા મોટી સંખ્યામાં આજુ બાજુ ગામના કાર્યકર્તાશ્રીઓ/સરપંચશ્રીઓ/ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : નિલય ચૌહાણ.દેગડીયા (માંગરોળ સુરત)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!