અંકલેશ્વર તાલુકા પોલીસે નવાગામની સીમમાંથી દારૂ ભરેલી ટ્રક સાથે એકને ઝડપ્યો

અંકલેશ્વર તાલુકા પોલીસે નવાગામની સીમમાંથી દારૂ ભરેલી ટ્રક સાથે એકને ઝડપ્યો, કુલ રૂ. 19.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
અંકલેશ્વર તાલુકા પોલીસે નવાગામની સીમમાં ટ્રકમાં ભરેલો રૂ. 12.92 લાખનો વિદેશી દારૂ અને બે વાહનો મળી કુલ રૂ. 19.42 લાખના મુદ્દામાલ સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે કુખ્યાત બુટલેગર સતિશ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે.
અંકલેશ્વર તાલુકાનાં નવાગામ ખાતે કુખ્યાત બુટલેગર સતિશ ઉર્ફે સતલો વસાવા અને મિતેષ ઈશ્વર વસાવા ગામની સીમમાં મોટાપાયે વિદેશી દારૂનું કટિંગ કરવાના છે એવી બાતમીના આધારે તાલુકા પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટ્રક નંબર-એમ.એચ.04 જી.સી.8032માંથી મહિન્દ્રા પિકઅપ ગાડી નંબર-જી.જે.27.ટી.ટી. 1258માં વિદેશી દારૂનો જથ્થો કટિંગ કરવામાં આવી રહ્યો હતો તે સમયે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસના દરોડાને પગલે નાસભાગ મચી જવા પામી હતી. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 11040 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 12.92 લાખનો દારૂ અને ટ્રક તેમજ મહિન્દ્રા પિકઅપ ગાડી, એક ફોન મળી કુલ 19.42 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે નવાગામ કરારવેલ ગામમાં રહેતા બુટલેગર મિતેષ ઈશ્વર વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે નવાગામ ખાતે કુખ્યાત બુટલેગર સતિશ ઉર્ફે સતલો વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756