ડભોઇના યાત્રાધામ ચાણોદ ખાતે નર્મદા જયંતિની તડામાર તૈયારીઓ

ડભોઇના યાત્રાધામ ચાણોદ ખાતે નર્મદા જયંતિની તડામાર તૈયારીઓ.
“મહા સુદ સાતમના રોજ માં નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરાશે.”
ડભોઇ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે મહા સુદ સાતમ એટલે કે આવતીકાલે માં નર્મદાની જમી જયંતિનિ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો ભાગ લેશે.
મા નર્મદા જયંતિની ઉજવણીના ભાગરૂપે મલ્હારરાવ ઘાટ,નાવિક શ્રમજીવી મંડળ, બ્રાહ્મણો તેમજ યુવા ગ્રુપ દ્વારા મલ્હારરાવ ઘાટ, ચક્રતીર્થ ઘાટ, કપિલેશ્વર ઘાટ સહિત અન્ય ઘાટો નું નિરૂપણ રંગરોગાન કરાયું હતું.
મા નર્મદા જયંતિ અંતર્ગત પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર એવા ચાણોદ ના કાંઠે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે જેમાં નર્મદા યાગ, ચુંદડી મનોરથ, નર્મદા માતા ની પાલખી યાત્રા,મહા આરતી, પ્રભાતફેરી સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.
જ્યારે આ સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ખાતે અસંખ્ય શ્રદ્ધાળુઓ ગુજરાતના ખૂણે ખૂણામાં થી આવી મહાસુદ સાતમના રોજ ઉપસ્થિત રહી માં નર્મદા જયંતિ નો અકલ્પ્ય અવસર નો લાભ લે તે માટે માં નર્મદે હર ગ્રુપ, ચાણોદ નાવિક શ્રમજીવી મંડળ, સ્થાનિક બ્રાહ્મણો તેમજ ચાણોદ યુવા ગ્રુપ ના સહયોગથી આ તમામ વ્યવસ્થાનો અને દરેક કાર્યક્રમની યોજનાનું આયોજન કરાયું છે.
રીપોર્ટ:- ચિરાગ ,(રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756