વલસાડ ડેપોએ પાટી નાઈટબસ રદ કરી વૃદ્ધાને રઝડાવી

વલસાડ ડેપોએ પાટી નાઈટબસ રદ કરી વૃદ્ધાને રઝડાવી: સગા- વહાલા કંટ્રોલરને દોડતા કર્યા:
તમામ બસ સેવા નિયમિત દોડાવવા માંગ:
કોરોના મહાકાળથી એસટી સેવા કથળેલી છે છાશવારે સમયપત્રકમાં આવક ઓછી હોવાના બહાને મનસ્વી ફેરફારો કરી ગમે ત્યારે ચાલુ અને ગમે ત્યારે બંધ કરે છે, જેનાથી મુસાફરો રઝડે છે અને રાત્રીના સમયે વધુ રિક્ષા ભાડા ખર્ચી ઘર ભેગા થવું પડે છે.
તા. ૧૩ રવિવારે વલસાડ ડેપોએ પણ રાતેસાડા આઠની પાટી રાત્રી રોકાણ-ખેરગામ આવવાની છેલ્લી બસ રદ કરીને પાટીથી સોમવારે સવારે સવા છ વાગે ઉપડી વલસાડ તરફ નોકરીએ આવતા દૈનિક મુસાફરો સહિત અનેકને રઝડાવ્યા.
ભીલાડ વાપી થઈને વલસાડ રાત્રે સવા આઠ વાગ્યે તસ્વીરમાં દેખાતા રુક્ષ્મણીબેન અન્નાભાઈ પવાર ખેરગામ જવા માટે નીકળ્યા હતા પરંતુ સાડા આઠની બસ રદ હોય ૭૫ વર્ષીય એકલી વૃદ્ધાને સમજ ના પડી કે હવે શું કરવું? કાને બહેરા, બોલે તો સમજ ના પડે. જેથી બે વખત કંટ્રોલ કેબીન પર આવ્યા અને ડેપો બહાર પણ નીકળ્યા. તેઓની ખબર ખેરગામ તેમની દીકરીને થતા વલસાડમાં રહેતા સગા વાલાને પણ દોડતા કર્યા, ડેપો કંટ્રોલરને પણ ગેરવહીવટ માટે ખેરગામથી ફોન કરીને તપાસ કરવા કહ્યું .રેલવે સ્ટેશને, ડેપો પર, રસ્તા પર બધી તપાસ કરી માજી દેખાયા નહીં. સદ્નસીબે માજીને માનવતાવાળો સેવાભાવી રિક્ષા ડ્રાઇવર ખેરગામ નું નામ સાંભળીને રાત્રે સાડા દસે ખેરગામ દશેરા ટેકરી લાવ્યો જ્યાં પૂછતા ખરૂ રહેઠાણ મળતા ઘર બેઠા માજીને ઉતારી પગે લાગીને રૂપિયા ૩૦૦/- લઈને પરત થયો. માજીના સદનસીબે તેમની પાસે પેન્શનનાં નાણાં પણ હતા પણ હેમખેમ ઘરે ભેગા થયા જેથી બધાને રાહત થઈ. ડેપોને પણ જાણ કરી કે માજી આવી ગયા છે.
વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશ મોદી જેમણે રવિવારે ટંકારા ગોંડલ સહિત ચાર નવા ડેપોનું લોકાર્પણ કર્યું તેઓ જણાવે છે કે એસટી ભાડું વધારશે નહીં અને જાહેર પરિવહન, વિદ્યાર્થી, ગરીબો માટે બસ સેવા દોડતી રહેશે ૧,૦૦૦ નવી બસો આવનાર છે. પરંતુ ખાટલે મોટી ખોડ કે જે તે ડેપો નિયમિત વહીવટ ચલાવી શકતા નથી પુરતા સાધનો ડ્રાઇવર કંડક્ટર માણસો નથી. જેથી કોરોના સમયમાં દર રવિવારે ૭૫ ટકાથી વધુ ગ્રામ્ય બસ સેવા (સોમથી શનિ નોકરી કરનારા ને રવિવારે રજા આપતા) બંધ રાખવામાં આવતી હતી જેથી દર સોમવારે સવારે રોજિંદા મુસાફરોને ભારે તકલીફ પડતી હતી અને તેના લીધે જ એસટીએ પોતાનો હરીફ ગેરકાયદે હેરફેર વાળાને ઉભો કર્યો છે જેઓ ખેરગામથી વલસાડના ૩૦/- રૂપિયા લે છે જે એસટીની રોકડી કમાણી લઈ જાય છે અને એસટીમાં ૧૮/- રૂપિયા ભાડું છે તો નિગમના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે કે એસટી કેમ તરછોડાય છે ? લોકો કેમ તેનો બહોળો લાભ લેતા નથી? અનિયમિત અને ગમે ત્યારે રદ કરતાં એસટીવાળાથી પ્રવાસી વિમુખ થયા છે. મીની બસ હોય વરિષ્ઠ નાગરિકો કે દિવ્યાંગ જેવાને તો બસમાં ચઢાતું જ નથી એટલી ભીડ થતી હોય છે.એસ.ટી જાહેર સેવા માટે છે કમાવા માટે નથી એવું ખુદ પૂ.મોદી કહે છે છતાં અધિકારીઓ આવક ઓછીના બહાને શિડયુલ રદ કરતાં અચકાતા નથી.
વલસાડ રે.સ્ટેશને રાત્રે પોણા નવ વાગે વડોદરા ઇન્ટરસિટી, ફ્લાઇંગ રાણી પછી વિરાર શટલ આવે છે જેના મુસાફરો માટે સવા નવ ની અગાસી નાઈટ ખૂબ જ જરૂરી છે, જે થોડા દિવસ ચલાવી આવક નથી આવતી- ના બહાને રદ કરી દીધી. જે ફરી ચાલુ કરવા માટે રજૂઆત થઈ છે.
વિભાગીય નિયામક શ્રી સંજય જોષી તમામ બસ સેવા ચાલુ રાખવા, રદ નહીં કરવા તમામ ડેપો મેનેજરોને સૂચનાઓ આપે એવી મુસાફરોની માંગ છે. જેથી વૃદ્ધા જેવા બનાવો નહીં બને.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756