જૂનાગઢ જિલ્લાની ૨૪૩૬૭ ગંગા સ્વરૂપ બહેનોને ખાતામાં માત્ર બે માસમાં રૂા.૬.૨૮ કરોડ જમા કરાવ્યા

જૂનાગઢ જિલ્લાની ૨૪૩૬૭ ગંગા સ્વરૂપ બહેનોને ખાતામાં માત્ર બે માસમાં રૂા.૬.૨૮ કરોડ જમા કરાવ્યા
Spread the love

જૂનાગઢ જિલ્લાની ૨૪૩૬૭ ગંગા સ્વરૂપ બહેનોને ખાતામાં માત્ર બે માસમાં રૂા.૬.૨૮ કરોડ જમા કરાવ્યા

રાજ્ય સરકારશ્રીની વિધવા બહેનો માટેની ગંગા સ્વરૂપા યોજના આશીર્વાદ રૂપ

એક ગંગા સ્વરૂપ બહેનને દર મહિને રૂા.૧૨૫૦ની સહાય ચુકવાય છે

ગંગા સ્વરૂપ બહેનોને મુંઝવતા પ્રશ્નો માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના વ્હોટ્સઅપ નંબર-૦૨૮૫-૨૬૩૨૩૨૨ ઉપર કોલમેસેજ કરી શકાશે

જૂનાગઢ : રાજ્ય સરકારશ્રી દ્વારા ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂા.૧૨૫૦ની સહાય ચૂકવવામાં આવે છે. જેમાં જૂનાગઢ જિલ્લાની ૨૪૩૬૭ ગંગા સ્વરૂપા બહેનોને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં તેમના બેન્ક ખાતામાં રૂા.૬.૨૮ કરોડ જમા કરવવામાં આવ્યા છે.

        રાજ્ય સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં છે. જેમાં મહિલાઓ આર્થિક રીતે પગભર બની પોતાનું જીવન વ્યતિત કરી શકે તે માટે દર મહિને તેમને પેન્શનરૂપે રૂા.૧૨૫૦ની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં આ યોજનાનો લાભ મહિલાઓને આપવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત ચાલુ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં રૂા.૬.૨૮ કરોડ જમા કરવામાં આવ્યા છે.

ગંગા સ્વરૂપા યોજનામાં પેન્શનની રકમ લાભાર્થી બહેનોના ખાતામાં સીધેસીધા ડાયરેક્ટ બેનિફિશયરી ટ્રાન્સફરથી જમા થઇ જાય છે. આ યોજના અન્વયે જૂનાગઢ જિલ્લામાં કુલ ૨૪૩૬૭ ગંગા સ્વરૂપ બહેનો નોંધાયેલી છે. તેમના ખાતામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસના રૂા.૬.૨૮ કરોડની આર્થિક સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે.

        આ ઉપરાંત ગંગા સ્વરૂપા બહેનોને પેન્શન સંબંધિત કોઇપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તેના નિવારણ માટે તેઓ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી4 જૂનાગઢના વ્હોટ્સઅપ નંબર ૦૨૮૫-૨૬૩૨૩૨૨ ઉપર કોલ કરી શકે છે. આ મહિલાઓએ પોતાનું પુરૂ નામ4 ગામ અને તાલુકા સાથે રજૂઆત કરી શકશે. જેથી ઝડપી તેમની સમસ્યાનું નિવારણ લાવી શકાય તેમ જૂનાગઢ જિલા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી જીગર જસાણીની યાદીમાં જણાવાયું છે.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

                       

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!