રાજકોટ માં મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા ખાણી-પીણી બજારમાં ચેકિંગ હાથ ધરાયુ

રાજકોટ માં મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા ખાણી-પીણી બજારમાં ચેકિંગ હાથ ધરેલ.
રાજકોટ માં મહાનગરપાલિકા વોર્ડનં.૧૦ના પુષ્કરધામ મેઇન રોડ પર આજે ફૂડ શાખાની ડ્રાઇવમાં ખાણી-પીણીના ૪ ધંધાર્થીને નોટીસ આપી રોડ અને મવડીમાંથી કેકના બે નમુના લેવાયા હતા. પુષ્કરધામ અને મવડી તથા અંબાજી કડવા મેઇન રોડની જાણીતી ખાણી-પીણી બજારમાંથી તંત્રને કોઇ વાસી ફૂડ મળ્યું ન હોવાનું આશ્ર્ચર્ય પણ સર્જાયું હતું. શિવાલીક-૨માં આવેલી બેસ્ટ બેકરીમાંથી લુઝ ચોકલેટ કેક, મવડીના શિવાલય કોમ્પ્લેક્ષમાં શ્યામ કેક શોપમાંથી કલાસી ચોકો કેક (મોન્જીનીસ) નો નમુનો લઇ લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. આજે ચકાસણી દરમ્યાન (૧) માનવ મેડિસિન્સ (૨) રામનાથ જનરલ સ્ટોર (૩) વ્રજ મેડિકલ સ્ટોર (૪) ઓશો મેડિસિન્સને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત (૫) વત્સા સુપર માર્કેટ (૬) શક્તિ ટી સ્ટોલ (૭) અમૃત દિનદયાલ મેડિકલ સ્ટોર (૮) મીરા શોપિંગ સેન્ટર (૯) બાલાજી મેડિકલ સ્ટોર (૧૦) વિધિ ફાસ્ટ ફૂડ (૧૧) ગિરિરાજ એજન્સી (૧૨) રિદ્ધિ સિદ્ધિ સેન્ડવિચ (૧૩) બેસ્ટ બેકરી (૧૪) ગાંધી સોડા શોપ (૧૫) જસોદા ડેરી ફાર્મ (૧૬) બાલાજી ડેરી ફાર્મ (૧૭) શ્રી વૃંદાવન ડેરી ફાર્મ (૧૮) ડીલિસિયસ ફૂડ્સ (૧૯) હેલ્થકેર મેડિકલ (૨૦) શ્રી આઈસ્ક્રીમ પાર્લરમાં ચકાસણી કરાઇ હતી. ફૂડ સેફ્ટિ ઓન વ્હિલસ વાન સાથે મવડી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ડેરી, કોલ્ડ્રિંકસ તથા ફરસાણના ૧૫ ધંધાર્થિઓના માલની ચકાસણી કરાઇ હતી. જયારે મવડી મેઇન રોડ તથા અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ વિસ્તારમાં આવેલ (૧) ખોડિયાર હોટેલ (૨) એન્જલ કોલ્ડ્રીંકસ (૩) શિવમંદિર કોલ્ડ્રીંકસ (૪) હનુમંત કોલ્ડ્રીંકસ (૫) ગોકુલ ડેરી (૬) ગાંધી સોડા શોપ (૭) રઘુનંદન ડેરી (૮) જે પી સોડાવાલા (૯) રાધેકૃષ્ણ ફરસાણ (૧૦) ગોપાલ ગાંઠિયા (૧૧) ભોલેનાથ ગાંઠિયા (૧૨) ધર્મરાજ વડાપાઉ (૧૩) જ્યોતિ ગાંઠિયા (૧૪) શ્રીફાસ્ટ ફૂડ (૧૫) રઘુવીર ભજીયામાં પણ ચેકીંગ કરાયું હતું જોકે આરોગ્ય વિભાગને આ ખાણી-પીણી બજારમાં નાશ કરવા જેવું કંઇ હાથ લાગ્યું ન હતું.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756