આંગલધરા મા સત્સંગ કાર્યક્રમ નો મંગલમય આરંભ

આંગલધરા મા સત્સંગ કાર્યક્રમ નો મંગલમય આરંભ.
ખેરગામ : મહુવા ના આંગલધરા ગામે ખાતે પારસીવાડમાં ખેરગામ ના યુવા કથાકાર કિશનભાઈ દવે નો બે દિવસીય સત્સંગકાર્યક્રમ નો આરંભ થયો હતો.
જેમાં આયોજક જીતુભાઇ પટેલ અને એમના પરિવાર દ્વારા પિતૃ પૂજન,પોથી પૂજન અને વ્યાસ પૂજન કરવામા આવ્યું હતું.મોટી સંખ્યા મા ભાવિક ભક્તો એ આ સત્સંગ નો લાભ લીધો હતો.કથાકાર કિશનભાઈ દવે એ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે *” જેના પિતૃઓ મોક્ષ ગતિ ને પામ્યા હોય એમનોજ પરિવાર આવા સત્કર્મ નું આયોજન કરી શકે છે” .* *”આપડી ભારતીય સંકૃતિ મા 14 ફેબ્રુઆરી એ કોઈ પશ્ચિમી સંસ્કૃતિ નો તહેવાર વેલેન્ટાઈન ડે નઇ પણ માતૃ પિતૃ પૂજન નો દિવસ છે જે આયોજક પરિવાર દ્વારા સાર્થક થયું છે”.* આ તબક્કે માં ભારતીય ભોમ ની રક્ષા કરનારા પુલાવામાં વીર ગતિ ને પામેલા 44 શહીદો ને યાદ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી.ઋષિ કુમાર ચિંતન જોષી દ્વારા સંચાલન કરવામા આવ્યું હતું.માક્ષિત રાજ્યગુરુ અને હિતેશભાઈ દવે દ્વારા મંત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.સ્વ.રમણ બાપા અને સ્વ.મણિ બા ના સ્મરણાર્થે આયોજિત આ બે દિવસીય સત્સંગ ની અંદર મોટી સંખ્યા મા ભાવિક ભક્તો જોડાયા હતા. *આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ.પ્રફુલભાઇ શુકલ દ્વારા ટેલીફોનિક આશીર્વાદ આપવામાં આવ્યા હતા* .અંત મા પિતૃ પ્રાર્થના કરી ને સમસ્ત પુણ્ય પિતૃઓ ના ચરણો મા અર્પણ કરવામા આવ્યું હતું.
રિપોર્ટ : અંકેશ યાદવ
ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756