અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠનો આઠમો પાટોત્સવ ઉજવાયો

 અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠનો આઠમો પાટોત્સવ ઉજવાયો
Spread the love

અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠનો આઠમો પાટોત્સવ ઉજવાયો

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર મા અંબાનું મૂળ સ્થાનક ગબ્બર પર્વત આવેલ ગબ્બર પર્વત ની આસપાસ 51 શક્તિપીઠ ના વિવિધ મંદિરો આવેલા આ મંદિરોનો કોરોના ગાઇડલાઈન મુજબ 3 ના બદલે સાદગીપૂર્ણ રીતે 1 દિવસનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. ગબ્બર તળેટીમાં પાર્કિંગ પ્લોટમાં નવચંડી યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પાલખી યાત્રા નીકાળવામા આવી હતી.

દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર બનાવા માટે અને દેશ – વિદેશના તમામ 51 શક્તિપીઠના મંદિરોને એકજ જગ્યાએ બનાવી લોકો એકજ જગ્યાએ તમામ શક્તિપીઠોના દર્શન કરી શકે તે માટે યાત્રાધામ અંબાજી ના ગબબર ખાતે 51 શક્તિપીઠ બનાવામા આવ્યા છે. અંબાજી ના ગબબર ખાતે બનાવવામાં આવેલા 51 શક્તિપીઠનો લોકાર્પણ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરવામા આવ્યુ હતુ. 15 ફેબ્રુઆરી ના રોજ સવારે અંબાજી નજીક આવેલા ગબબર પર્વત ની તળેટી મા આવેલા 51 શક્તિપીઠ નો આઠમો પાટોત્સવ ધામધૂમ થી ઉજવવામા આવ્યો હતો.

અંબાજી ના ગબબર ખાતે ગિરનારની જેમ લીલી પરિક્રમા આવનારા સમયમાં ચાલુ કરવા તંત્ર કામગીરી હાથ ધરી છે. કોરોના ગાઈડલાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં પૂજારીઓ અને ભક્તો દ્વારા પાલખી દ્વારા 51 શક્તિપીઠ ની પરિક્રમા કરી હતી. દર વર્ષે 51 શક્તિપીઠ ના પાટોત્સવ મા 3 દિવસનો કાર્યક્રમ હોય છે પણ કોરોનાના કારણે આજે 1 દિવસ નો કાર્યક્રમ કરવા માં આવ્યો હતો. આજે 51 શક્તિ પીઠો ના તમામ મંદિર અને માતાજી ને ફૂલો થી શણગારવા માં આવ્યા અને 51 શક્તિપીઠો ના પૂજારીઓ દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવા માં આવી હતી. આજે 51 શક્તિપીઠોનો આઠમો પાટોત્સવ હોવાથી ગબબર ખાતે વિશેષ હવનનો કાર્યક્રમ યોજાયો હતો.

આજે 51 શક્તિપીઠો નો આઠમો પાટોત્સવ છે. પણ કોરોના ગાઈડલાઈન મુજબ સાદગી પૂર્વક કાર્યક્રમો યોજમાંમા આવ્યોહતો.અને દેશ ના વડાપ્રધાન નું સપનું પૂરું થયું છે હવે લોકો એકજ જગ્યાએ 51 શક્તિપીઠો ના દર્શન અંબાજી નજીક ગબ્બર ખાતે કરી શકે છે. અન્નકૂટ પણ યોજાયો હતો. અંબાજી મંદિર ના ઇન્ચાર્જ રાજેશ ચૌહાણ પણ હાજર રહ્યા હતા અંબાજી પ્રહલાદ પૂજારી

 

રિપોર્ટ : અમિત પટેલ અંબાજી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!