વિસાવદર કોર્ટનાસ્ટાફ માટે જગ્યા ફાળવી ક્વાર્ટર બનાવવા ટિમ ગબ્બરની રજુઆત

વિસાવદર કોર્ટનાસ્ટાફ માટે જગ્યા ફાળવી ક્વાર્ટર બનાવવા ટિમ ગબ્બરની રજુઆત
Spread the love

વિસાવદર કોર્ટનાસ્ટાફ માટે જગ્યા ફાળવી ક્વાર્ટર બનાવવા ટિમ ગબ્બરની રજુઆત

વિસાવદરતા.ગુજરાતની લડાયક સંસ્થા ટિમ ગબ્બરના કાંતિ.એચ. ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી, કાયદામંત્રી સહિતના લાગુ પડતા વીભાગોને રજૂઆત કરી જણાવેલ છે કે,વિસાવદરમાંઆશરે ૧૦૦ વર્ષ ઉપરાંતથી કોર્ટ આવેલ છે પરંતુ આજ દિન સુધી વિસાવદર કોર્ટના સ્ટાફ રજિસ્ટ્રાર, કલાર્ક,બેલીફ,પટાવાળા માટે રહેવાના ક્વાર્ટર નથી કે આજદિન સુધી આ બાબતની કોઈ જગ્યા કે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ નથી આઝાદીને વર્ષો વીતી ગયા છતાં કોર્ટ કર્મચારીઓ માટે જ ક્વાર્ટર બનાવવામાં આવેલ નથી હાલ વિસાવદરમાં બે બે કોર્ટ કાર્યરત છે સ્ટાફ છે પરંતુ રહેવા માટે ઘર નથી ત્યારે આ સંવેદનશીલ સરકાર પાસે કોર્ટના કર્મચારીઓ ની પણ અપેક્ષા હોય તેથી જુદી જુદી કેટેગીરીના સ્ટાફ મુજબ તથા કાયદા વિભાગની ગાઈડલાઈન મુજબ અને જરૂરિયાત મુજબની જગ્યાની ફાળવણી કરી નવા સ્ટાફ ક્વાર્ટર ફાળવવા અમારી ટિમ ગબ્બરની માંગ છે. ટીમ ગબ્બરની ઉપરોક્ત રજુઆતની ગંભીરતા ધ્યાને લઈ અમારી આ રજુઆત લાગુ પડતા વિભાગમાં રજુ કરી કરાવી આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા ટીમ ગબ્બરની માગણી સાથે રજુઆત કરેલ હોવાનુ ટિમ ગબ્બર ગુજરાતના ધારાશાસ્ત્રી નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!