હળવદ ના નવનિયુક્ત ચીફ ઓફીસર એ સાયકલ સવારી કરીને ચાર્જ સંભાળ્યો

હળવદ ના નવનિયુક્ત ચીફ ઓફીસર એ સાયકલ સવારી કરીને ચાર્જ સંભાળ્યો
હળવદ બસ સ્ટેશન થી સાઇકલ દ્વારા હળવદ નગરપાલિકા સુધી ચીફ ઓફિસર સાથે આવેલા તમામ નાના ભૂલકાઓને સ્વચ્છતા અંગે હળવદ પાલિકા કચેરી ખાતે માર્ગદર્શન આપીને ચોકલેટ ખવડાવી હતી.
વધુ માં હળવદ નગરપાલિકાના નવનિયુકત ચીફ ઓફિસર પાંચા ભાઈ માળી દ્વારા આગામી દિવસો ના આયોજન ને લઈને જણાવ્યું હતું કે હળવદની સ્વચ્છતા અને લોકોની મૂળભૂત જરૂરિયાત જેવી કે પાણી લાઇટ રોડ રસ્તા નું તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવશે અને લોકોના પ્રશ્નો સાંભળવા માટે આગામી દિવસોમાં ખુદ ઓફિસર દરેક વોર્ડ માં ઘર ઘર સુધી જશે તેવું જણાવ્યું હતું ચાર્જ સંભાળતાની સાથે જ હળવદ નગરપાલિકા કંપાઊન્ડમાં સ્વચ્છ કરવા સેનેટરી ઇન્સ્પેક્ટર આદેશ આપ્યો હતો અને તમામ વિભાગના કર્મચારીઓને સીરીયલ નંબર આપીને ગમે ત્યારે ગમે તે લોકો ગમે તે વિભાગના કર્મચારી નો કોન્ટેક્ટ કરી શકશે તથા
હળવદ શહેરમાં સૌપ્રથમ સ્વચ્છતા અભિયાનને અગ્રીમતા આપવામાં આવશે અને સમગ્ર શહેરમાં સ્વચ્છતા અભિયાન ઉપરાંત હળવદમાં આગામી દિવસમાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756