જૂનાગઢ પોલીસ દ્વારા શિવરાત્રી ના મેળામાં યાત્રાળુઓ નિર્ભય રીતે ફરીશકે તે માટે ખાસ બંદોબસ્ત

જૂનાગઢ પોલીસ દ્વારા શિવરાત્રી ના મેળામાં યાત્રાળુઓ નિર્ભય રીતે ફરીશકે તે માટે ખાસ બંદોબસ્ત
Spread the love

જૂનાગઢ ખાતે તાજેતરમાં યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોઈ તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ, બંદોબસ્ત માટે આગોતરું આયોજન કરી, તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે…._

આગામી શિવરાત્રી મેળામા બંદોબસ્તના આયોજન માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચના પીઆઇ એન.આર.પટેલ, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પોલોસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી.ચુડાસમા, ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઇ પી.જે.બોદર, સહિતના પોલીસ અધિકારીઓ સાથે *જાતે વિઝીટ કરી, સમગ્ર રૂટ, પાર્કિંગ સ્થળો અને ભવનાથ વિસ્તારની વિઝીટ કરી, બંદોબસ્ત ના આયોજન અંગે ચર્ચા વિચારણા મિટિંગ યોજી, આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે…. .._

આ મેળા બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે શહેર વિસ્તારમાં માર્ગો ઉપર વાહન ચેકીંગ માટે ખાસ વાહન ચેકીંગ હાથ ધરવા સૂચના કરવામાં આવેલ છે. શહેર વિસ્તારમાં દિવસ દરમિયાન જુદી જુદી ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરી, ચેકીંગ પણ હાથ ધરવામાં આવેલ છે. નાઈટ રાઉન્ડ દરમિયાન પણ હોટલ, ગેસ્ટ હાઉસ, ધાબા ચેક કરી, શંકાસ્પદ ઇસમોના ચેકીંગ માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. વધુમાં, જૂનાગઢ શહેરમાં પણ ખાસ નાઈટ દરમિયાન ચેકીંગ હાથ ધરી, હોટલ ધાબા ચેક કરવાની તથા પ્રોહીબિશનના બુટલેગરોને ચેક કરી, ગેર કાયદેસર પ્રવૃત્તિ ડામવા માટે સતતદરમિયાન શિવરાત્રી સુધી જુદી જુદી ટિમો બનાવી, કોમ્બિગ સાથે ચેકીંગ હાથ ધરાવા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે….._

ઉપરાંત મેળાની ભીડમાં ચોરી, પિક પોકેટિંગ, છેડતી, કેફી પીણું પી ને ફરતા લુખ્ખા તત્વો, વિગેરે જેવા બનાવો રોકવા તેમજ ગુન્હેગારોને ઓળખવા ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. તેમજ ડી સ્ટાફના માણસોને ખાસ સાદા કપડામાં તૈનાત કરી, ગુન્હેગારો ઉપર વોચ રાખવા ખાસ વ્યવસ્થા કરવામાં આવનાર છે. ઉપરાંત આવા આવારા તત્વો તથા ગુન્હેગારો ઉપર નજર રાખવા બહારના જિલ્લાઓની ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોને પણ ખાસ ફરજ ઉપર બોલાવવામાં આવેલ છે. વધુમાં, ભૂતકાળમાં પિક પોકેટિંગ અને મોબાઈલ ચોરી કરતા પકડાયેલા આરોપીઓના ફોટાઓના મોટા મોટા હોર્ડિંગ્સ અને પોસ્ટર લગાડી, લોકોને સાવચેત રહેવા જાગૃતિ લાવવા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે….._

આમ, જૂનાગઢ પોલીસ દ્વારા શિવરાત્રી મેળામાં જડબેસલાક બંદોબસ્ત માટે તૈયારીઓ શરૂ કરી, યાત્રાળુઓ મેળામાં નિર્ભય રીતે ફરી શકે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પગલાઓ તથા બંદોબસ્તની ખાસ વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરવામાં આવેલ છે…_

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!