જેસીઆઈ અંકલેશ્વર ના ઈફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ ટ્રેનિંગ પ્રોગ્રામમાં કેબિનેટ મિનિસ્ટર ઉપસ્થિત રહયા

જેસીઆઈ અંકલેશ્વર ના ઈફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ ટ્રેનિંગ પ્રોગ્રામમાં કેબિનેટ મિનિસ્ટર તથા વન અને પર્યાવરણ વિભાગના મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા..
તેમણે જણાવ્યું કે વાતચીત કરવાની કળા એ શીખવી ખૂબ જ જરૂરી છે કોઈપણ કાર્યક્રમમાં આગળ વધવા માટે ઈફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ નુ ખૂબ મહત્વ છે તેમણે જેસીઆઈ ના ટ્રેનર જેસી હરેશ દરજી, પાસ્ટ નેશનલ એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહ, પ્રેસિડેન્ટ જેસી કિંજલ શાહ, ચેરમેન જેસી અંકિત પટોળીયા, કોડિનેટર જેસી વલ્કેશ પટેલ, જેસી મોના પટેલ અને તમામ અંકલેશ્વર ટીમને એમના કાર્ય માટે બિરદાવ્યા..
એમનું ચોક્કસ માનવું છે કે ભારત દેશ એક યુવાનો દેશ છે જો આ યુવાનોને અત્યારથી જ કઈ રીતે બોલવું, કેટલું બોલવું અને કયા સમયે બોલવું એનું ધ્યાન આવી જાય તો વ્યવસાયમાં, સમાજમાં, પરિવારમાં પોતાની વાત સારી રીતે રજૂ કરી શકે…
શ્રી કિરીટસિંહ રાણા એ પોતાનો અનુભવ વ્યકત કર્યો અને ઉપસ્થિત દરેક પાર્ટિસિપન્ટ ને મોટિવેટ કર્યા હતા.. મિત્રો આજની યુવાપેઢી જો અત્યારથી સ્વવિકાસ તરફ આગળ વધશે તો આગળ જતા અચૂક એમ કહી શકાય કે સારા અનુભવી અને સરળ વ્યક્તિત્વ ધરાવતા નેતા સમાજને મળી શકે છે.. અનુભવ શેર કરતા એમણે દરેક મિત્રોને જણાવી દીધું કે આ વાતચીતની કળા, બોલવાની કળા, ઊભા રહેવાની કળા જીવનમાં માત્ર ઘરમાં જ નહીં પણ તમારા બિઝનેસમાં તમારા જોબમાં દરેક ક્ષેત્રમાં કામ લાગશે…
ઈફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ ટ્રેનિંગમાં ૪૦થી વધારે પાર્ટિસિપન્ટ્સ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારથી સાંજ સુધીના ટ્રેડિંગ સેશનમાં ઉપસ્થિત સર્વ યુવાનોને માઈક પર કેમ બોલવું એ શીખવાનો મોકો મળ્યો હતો…
સર્વ પાર્ટિસિપન્ટ્સ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો અને કંઈક નવું શીખી ને ગયા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756