કડી ના આદુંદરાના ખેડૂતે પોતાની લાયસન્સ વાળી બંદૂકથી જાતે ગોળી મારી જીવન ટૂંકાવ્યું, કારમાંથી લાશ મળી આવી

કડી ના આદુંદરાના ખેડૂતે પોતાની લાયસન્સ વાળી બંદૂકથી જાતે ગોળી મારી જીવન ટૂંકાવ્યું, કારમાંથી લાશ મળી આવી
Spread the love

કડી ના આદુંદરાના ખેડૂતે પોતાની લાયસન્સ વાળી બંદૂકથી જાતે ગોળી મારી જીવન ટૂંકાવ્યું, કારમાંથી લાશ મળી આવી

પોલીસમાં બંદૂર જમા કરાવવા જતાં હોવાનું કહી ઘરેથી નીકળ્યા હતા
સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

કડી પાસે આવેલ આદુદરા થી દેઉસણા પસાર થતી કેનાર પર આજે બપોરે એક ગાડી માંથી એક ઇસમની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે મૃતકે પોતાનીજ બંદૂક વડે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

કડીના ધરતી સિટીમાં રહેતા પટેલ પરેશ કુમાર ઉર્ફ અજિત ચંદુભાઈ નામના વ્યક્તિ પોતાની ગાડી લઈને બપોરના સમયે ઘરે પડેલી બંદૂક લઈને ખેતરમાં જવાનું કહી નીકળ્યા હતા અને પોતાનાજ ખેતર પાસે પોતાની બંદૂક વડે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા તેમજ કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.

બંદૂક પોલીસ મથકમાં જમા કરાવવા જાઉં છું એમ કહી ઘરેથી નીકળ્યા
મૃતક પરેશભાઈ પોતાના ઘરેથી બપોરના બે વાગ્યાના આસપાસ પોતાના ઘરે પડેલી બંદૂક લઈને ખેતરમાં જવાનું કહી નીકળ્યા હતા જ્યાં પરિવારના લોકોને બંદૂક પોલીસ મથકમાં જમા કરાવવા જાઉં છું એમ કહી પોતાની ગાડી લઈને નીકળ્યા હતા. મૃતકે કડી પાસે આવેલ આદુદરા થી દેઉસણા ગામ તરફ જતી કેનાલ પર પોતાની ગાડીમાજ પોતાની પાસે રહેલી લાયસન્સ વાળી બારબોરની બંદૂકથી છાતીના ભાગે ગોળી ચલાવીને આત્મહત્યા કરી હોવાની હાલમાં પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી છે

સમગ્ર મામલે કડી પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં કડી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી તપાસ ચાલુ કરી હતી અને વધુ તપાસ એફ.એસ.એલ.ટીમ દ્વારા પણ હાથ ધરવામાં આવનાર છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!