કાલાવડના નિકાવા ગામે દારૂ અંગે દરોડો: ત્રણ શખ્સોની દારૂ સાથે અટકાયત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામ માં એક રહેણાંક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડી ત્રણ શખ્સોની અટકાયત કરી છે, અને 24 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો કબ્જે કર્યો છે.
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા દિપક ઉર્ફે ડગો અમૃતભાઇ મકવાણા નામના શખ્સના રહેણાંક મકાનના ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, તેવી બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન રહેણાંક મકાન માંથી 24 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ કબજે કરી લઈ મકાન માલિક દિપક મકવાણા ઉપરાંત લીલાધરભાઇ કાનજીભાઈ દેગડા અને દિલીપ વાલાભાઈ દાફડાની પણ અટકાયત કરી લેવામાં આવી છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756