કડીના જેતપુરા પાસે ડુર ભરેલી ટ્રકનું ટાયર ફાટતા પલટી ખાઈ ગઈ:- સદનસીબે જાનહાની ટળી

કડી ના જેતપુર પાસે ડુર ભરેલ ટ્રક નું ટાયર ફાટતા પલ્ટી ખાઇ ગઇ:- જાનહાનિ ટળી
કડી વિસ્તારમાં અનેક ટ્રકો માલસામાન ને હેરાફેરી કરતાં હોય છે અને કડી શહેર ના જાહેરમાર્ગો સતત રાત – દીવસ ધમધમી રહ્યા છે.ત્યારે આ ટ્રકો ચાલકોને નાના મોટા એક્સિડન્ટ થતાં જોવા મળતા હોય છે ત્યારે કડી ના જેતપુર પાસે ટ્રક ચાલક રાત્રી સમયે ત્યાંથી પોતાના વાહનમાં ડૂર ભરીને પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન ડ્રાઈવર સાઈડ ના પાછળ નું ટાયર ફાટી જતા ડ્રાઈવરરે સ્ટેરીંગ ઉપર નો કાબુ ગુમાંવતા ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી.
કડી જેતપુર પાસે ડૂર ભરી ને પસાર થઈ રહેલ RJ 04 GA 7752 ટ્રક ડૂર ભરીને સાણંદ તરફથી કડી જતી ટ્રક કડી તાલુકા ના જેતપુરા ગામ પાસે પલટી ખાઈ ગઈ હતી અને આ અક્સ્માત માં રાત્રી દરમિયાન કોઈ વાહન વ્યવહાર પસાર ના થવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી અને ટ્રક માં રહેલ ડ્રાઇવર અને કંડકટર નો બચાવ થયો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756