“સ્વચ્છ રાજકોટ અભિયાન” ના અનુસંધાને શપથવિધી કાર્યક્રમ યોજાયો.

“સ્વચ્છ રાજકોટ અભિયાન” ના અનુસંધાને શપથવિધી કાર્યક્રમ યોજાયો.
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા તથા કોચિંગ ક્લાસ એસોસિએશન રાજકોટના સંયુક્ત ઉપક્રમે “સ્વચ્છ રાજકોટ અભિયાન” ના અનુસંધાને શપથવિધી કાર્યક્રમ યોજાયો.

રાજકોટ માં મહાનગરપાલિકા તથા કોચિંગ ક્લાસ એસોસિએશન રાજકોટના સંયુક્ત ઉપક્રમે “સ્વચ્છ રાજકોટ અભિયાન” શરૂ કરવાનું આયોજન કરેલ છે. જેના અનુસંધાને તા.૨૦/૨/૨૦૨૨ના રોજ વોર્ડનં.૧૩ ગુરૂપ્રસાદ સિવિક સેન્ટર તથા વોર્ડનં.૧માં જાસલ કોમ્પલેક્ષમાં આવેલ આઈસ ઇન્સ્ટીટયુટ ખાતે સ્વચ્છતા શપથવિધી કાર્યક્રમ મેયર ડૉ.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે શાસકપક્ષ નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડનં.૧૩ના કોર્પોરેટર જયાબેન ડાંગર, સોનલબેન સેરાળા, વોર્ડનં.૧ના કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, ડે.કમિશનરશ્રી એ.કે.સિંહ, પર્યાવરણ અધિકારી નિલેશભાઈ પરમાર, રાજકોટ શહેર ભાજપના મંત્રી યુવરાજસિંહ ગોહેલ, વોર્ડનં.૧૩ના કેતનભાઈ વાછાણી, મહામંત્રી ધિરૂભાઈ તળાવિયા, વોર્ડનં.૧ના મહામંત્રી જયરાજસિંહ જાડેજા તેમજ કોચિંગ ક્લાસના પ્રમુખ પ્રકાશભાઈ કરમચંદાણી, જનરલ સેક્રેટેરી હાર્દિક ચંદારાણા, વાઈસ પ્રેસિડેન્ટ છગ ધર્મેશભાઈ, એડવાઈઝરી હેડ નિકુંજભાઈ ચનાભટ્ટી તથા કોર કમિટીના ધવલભાઈ પોપટ, અમિતભાઈ વખારિયા, જયદીપભાઈ ગઢીયા, નિખીલભાઈ વસાણી, નિલેશભાઈ રાવલ, પાર્થભાઈ સોની, ભૌદિકભાઈ પારેખ તથા તમામ કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરે શપથવિધી કાર્યક્રમમાં જોડાયેલ. આ કાર્યક્રમમાં શહેરમાં આવેલ ૨૦૦ જેટલા કોચિંગ ક્લાસના આશરે ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ સ્વચ્છતા શપથમાં જોડાયેલ હતા. આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવે દેશના પ્રધાનમંત્રી માન.શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ યોજવામાં આવી રહેલ છે. આ અભિયાનના અંતર્ગત દેશ આખામાં ખૂબ જ કામગીરી થઈ રહી છે. રાજકોટ મહાનગરપાલિકા પણ આપણું શહેર સ્વચ્છ બને તે માટે તંત્ર દ્વારા સઘન કામગીરી થઈ રહેલ છે. તંત્રની સાથે સફાઈ માટે શહેરીજનોનો પુરતો સહયોગ મળે તો ખૂબ જ સારું પરિણામ મળે. સ્વચ્છતાની જાગૃતતા માટે મહાનગરપાલિકાની સાથે કોચિંગ ક્લાસ એસોશીએશન જોડાયેલ છે જે અભિનંદનને પાત્ર છે. આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા અને કોચિંગ ક્લાસ એસોશીએશન દ્વારા સ્વચ્છતાની જાગૃતતા માટે પત્રિકા વિતરણ, શેરી નાટક, ન્યુસન્સ પોઈન્ટ નાબુદી માટે કાર્યવાહી હાથ ધરાશે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!