આજે સુરતી શાયર મરીઝ સાહેબનો 105 મો જન્મદિવસ

આપણે 21 મી ફેબ્રુઆરીએ વોટ્સએપ અને ફેસબુક પર માતૃભાષા ગુજરાતી પર ગુજરાતી ભાષા વિષે મેસેજો ફોરવર્ડ કરી માતૃભાષા દિવસ મનાવી લીધો 22 ફેબ્રુઆરીએ ગુજરાતી ભાષા અને ગુજરાતી ગઝલોને જેને બહુ જ ઉંચાઈ પર પોહચડવામાં અનેરું અને ખુબ જ મહત્વનું કઈ શકાય એવા સુરતી ધુરંધર ” મરીઝ ” સાહેબનો જન્મદિવસ છે.
” મરીઝ” સાહેબનું આખું નામ અબ્બાસભાઈ અબ્દુલભાઈ વાસી હતું “મરીઝ”સાહેબ પોતાના મિત્ર અમીન આઝાદને પોતાના ગુરુ ગણાવતા હતા.
“મરીઝ ” સાહેબ પહેલા ગુજરાતી ગઝલો રાજા મહારાજાના દરબાર માં ગવાતી હતી.”મરીઝ” સાહેબે ગુજરાતી ગઝલોને સાવ સરળ સામાન્ય માણસ પણ ગુજરાતી ગઝલ માણી શકે સમજી શકે એ રીતે સરળ અને સીધી બનાવી.
” મરીઝ” સાહેબે પૂરું પ્રાથમિક શિક્ષણ પણ લીધું નહોતું.
નજીવું ભણેલા આ શાયરની ગઝલો કેટલી પેઢીઓથી ભણાવાય છે. ગુજરાતી ગઝલોની વાત નીકળે તો તમને ” મરીઝ” સાહેબનું નામ તો અવશ્ય લેવું જ પડે .ગુજરાતી ગઝલો આજે ઘરે ઘરે મહેફિલે મહેફિલે સંભળાય છે એમાં”મરીઝ” સાહેબનું બહુ મોટું યોગદાન છે.
“મરીઝ” સાહેબ સાવ સીધા અને સાદા કપડાં પહેરતા હતા.સિગારેટ અને દારૂના શોકીન હતા.તેમને અચાનક કોઈ શેર યાદ આવે તો સિગારેટના ખાલી ખોખા પર એ શેર તરત જ લખી દેતા હતા.બીજા અનેક શાયરોએ “મરીઝ” સાહેબની ગઝલો પોતાના નામે ચડાવી રજૂ કરી છે. ” મરીઝ” સાહેબે કદી પણ પોતાનું નામ થાય ઈજ્જત મળે માન મળે એની પરવા કરી નહોતી પ્રસિદ્ધિથી જોજનો દુર હતા “મરીઝ” સાહેબ. રૂપિયા પાછળ કદી આંધળી દોટ ” મરીઝ” સાહેબે લગાવી નહોતી.નામ અને દામથી ” મરીઝ” સાહેબ દુર રહેતા હતા.
આપણા સુરતી દિગગજ રઈસભાઈ મણીયાર સાહેબે ” મરીઝ” સાહેબ પર એક યાદગાર અદભુત પુસ્તક તૈયાર કર્યું છે.” મરીઝ” સાહેબને જાણવા માણવા સમજવા આ પુસ્તક ખુબ જ ઉપયોગી છે. દરેક ગઝલપ્રેમીઓએ આ પુસ્તક વસાવવા જેવું છે.આ પુસ્તકમાં રઈસસરે “મરીઝ” સાહેબના બાળપણ તેમનો સંઘર્ષ તેમનું કૌટુંબિક જીવન તેમની ગઝલયાત્રા ” મરીઝ” સાહેબની રંગીન તસવીરો ” મરીઝ” સાહેબની પુરા પરિવારની જવાનીની રંગીન તસવીરો સામેલ છે “મરીઝ”સાહેબની લગભગ બધી જ યાદગાર ગઝલો શેરો તમને આમાંથી મળી રહેશે.એક સાચવી રાખવા જેવું પુસ્તક છે.
મુંબઈના ધુરંધર શોભિત દેસાઈએ “મરીઝ”સાહેબની 100 ચુનંદા ગઝલો લઈ ” સમજદાર પણ ગયો” પુસ્તક તૈયાર કર્યું છે એમાંથી પસાર થશો તો એક સારો અનુભવ થશે શોભીતભાઈએ બહુ દિલથી કામ કર્યું છે.
અપૂર્વ આશરે ” મરીઝ” સાહેબ પર દળદાર 500 થી વધુ પાનાનું પુસ્તક તૈયાર કર્યું છે. જેમાં તમામ માહિતી આવી જાય છે
“મરીઝ” સાહેબની એક ખાસ વિશેષતા એ છે કે તમે કોઈ પણ શાયરની રચના યાદ કરો તમને 5 કે 25 શેરો માંડ યાદ આવશે.” મરીઝ” સાહેબના 150 કે 200 શેરો સુરતના ઘણા બધા મારા જેવા ” મરીઝ” પ્રેમીઓને મોઢે હશે રોજિંદા જીવનમાં પણ વાતચીતમાં આપણે ” મરીઝ” સાહેબના શેરોનો જાણ્યે જાણ્યે ઉપયોગ કરીએ છીએ.
” મરીઝ” સાહેબના સુપુત્ર જનાબ મોહસીનભાઈ વાસી સાહેબ જીવનના આઠમા દાયકામાં પ્રવેશવાના છે હાલ મુંબઈમાં વસવાટ કરે છે ” મરીઝ” સાહેબ જેમ લો પ્રોફાઈલ રહે છે સોહરત પ્રસિદ્ધિથી ખુબ દુર રહે છે ” મરીઝ” પ્રેમીઓને કઈ પણ કામ હોય તો શક્ય એટલો સહકાર પણ આપે છે.
” મરીઝ” સાહેબે પ્રેમ પર જીવન પર જીવનની આટીઘૂંટી પર ભગાવન પર નિષ્ફળ પ્રેમ પર ફરિયાદના સુરો પર શરાબ પર આપણી બનાવટી ભક્તિ પર દંભ પર અનેક ગઝલો લખી છે .
“મરીઝ” સાહેબની ગઝલોના કેટલાક યાદગાર શેરો
” ગળામાંથી ઊતરી તો તોફાની થઈ ગઈ
જામમાં કેવી સીધી હતી મદિરા”
2 ” મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી.
ખબર નહોતી કે એમાં કલા હોવી જોઈએ.
3 પૂરતો નથી નસીબનો આનંદ એ ખુદા
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ
આવા એકમેવ અને અનન્ય ” મરીઝ” સાહેબના નામ પર સુરતમાં કોઈ રસ્તો નથી.કોઈ ચોક નથી .કોઈ પૂતળું નથી.કે ” મરીઝ” સાહેબના જન્મદિવસ પર કે પુણ્યતિથિ પર સુરતમાં કોઈ ખાસ કાર્યકમ યોજાય છે.
” મરીઝ” સાહેબ 5 યુગ જેટલું કામ એક યુગમાં કરી ગયા છે જ્યાં સુધી ગુજરાતી ગઝલો ગુંજતી રહેશે ત્યાં સુધી ” મરીઝ” સાહેબનું નામ અને કામ મહેકતું રહેશે.
સુરતના આ હરફન મોલા મહારથીને તેમના આજના જન્મદિન નિમિતે વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતી ગઝલપ્રેમીઓ તરફથી કોટી કોટી વંદન.
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756