પ્રકૃતિનું સફાઈ કામદાર તરીકે ઓળખાતું એટલે ગીધ.

પ્રકૃતિનું સફાઈ કામદાર તરીકે ઓળખાતું એટલે ગીધ.
અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ માં ગીધ કોલોની આવેલી છે નાગેશ્રી,ઉચેયા,ખાખબાઈ માં ગીધ ની વસ્તી છે અહીંયા સફેદ પીઠ ગીધ ની વસ્તી છે અને અહીંયા વાડીના માલિકો ગીધ ને સાચવે છે ગીધ ઉંચી નારીયેળી અને પીપળા ઉપર રહે છે વાડીના માલિક નારીયેળી પણ ભરતા નથી એની ચરક ની હિસાબે કંઈ ઊગતું પણ નથી છતાંય વાડીના માલિક ગીધ ને સાચવે છે અહીંયા ગીધને ગજરા પણ કહે છે આ ગીધ ૧૦ ફૂટ ઊંચું ઉડે છે અને ભાવનગર જુનાગઢ સુધી આ ગિધો વસતા જોવા મળે છે આ ગીધ ની ગણત્રી પણ કરવા માં આવે છે આ ગીધ ની સાચવણી અને દેખરેખ સર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરી અમરેલી જિલ્લો કરેછે આ ગીધ ના વાડી માલિકો ને સરકાર માંથી વળતર પણ અપાવ્યું હતું અને ગુજરાત રાજ્યના મંત્રી વન વિભાગ ના કિરિટ સિંહ રાણા એ વાડી ના માલિકો નું સન્માન પણ કર્યું હતું અને ગીધ પણ જોવા ગયા હતા ત્યારે આ ગીધ માત્ર સિંહની હિસાબે ટકી રહિયા છે સિંહ મારણ કરે અને ગીધો તેને સફાચટ કરે છે પ્રકૃતિનું સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ગીધો ની સંખ્યા બહુજ ઓછા પ્રમાણમાં છે ગીધ ન હોયતો માલઢોર મરી જાય તો તે સડી જાય છે મચ્છરો, કાગડા, ઉંદરો, કૂતરા ખાય છે અને તેની દુર્ગંધ શહેર તરફ આવે છે માનવ માટે હાનિકારક છે એટલે સ્વાઈન ફ્લુ બ્લડ ફ્લૂ થાઈ છે આ વિસ્તારમાં ગીધો વિહરતા જોવા મળે છે સરકાર ને વિનંતી કરવામાં આવે છે કે આ ગીધ કોલોની વાડી ના માલી કોને ફરીવાર વળતર ચૂકવવામાં આવે તેવી માગણી વિપુલ લહેરી એ કરી છે ઘણા ગામડા માં ફૂર્ડ રેસ્ટોરન્ટ પણ ખોલવામાં આવેલ છે સરકારી જમીન માં તાર ફેંસિગ કરવામાં આવેતો કોઈપણ માલ ઢોર મરી જાય તો તો આ વિસ્તારમાં નાખવામાં આવે તો ગીધ આરામથી ખાઈ શકે તેવો પ્રોજેક્ટ સરકાર ને લાવવો જોઈએ આખાય ગુજરાત માં ૧૦૦૦ ગીધ જેવી સંખ્યા છે તો તેને બચાવવાની જવાબદારી આપડા બધા નીચે છે તો સરકાર ગીધ નો પ્રોજેક્ટ લાવે તેવી માગણી વિપુલ લહેરી એ કરી છે
રિપોર્ટ અજય વાઘેલા રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756