હળવદ નું ગૌરવ અર્પી જોષી રાવલ

હળવદ ની દિકરી અર્પી સનતકુમાર જોષી બાળપણ થી જ રસોઈ બનાવા ની સોખીન હતી.અર્પી જોષી બાળપણ થી જ તેની માતા સાથે કઈ ને કઈ નવું બનાવતાં સિખતી હતી.અર્પીબેન જોષી ના દાદા વાલજીભાઈ જોષી પિતા સનતભાઇ જોષી ઘણા વર્ષો થી રસોઈકામ નો બિઝનેસ કરે છે હાલ તેમના મોટા ભાઈ પણ ધર્મેશ જોશી પણ હળવદ માં અતિથિ કેટરર્સ ચલાવી રહ્યા છે ત્યારે ૩ પેઢી થી ચાલતા તેમના ઘર ના બિઝનેસ માં અર્પીબેન પણ પહેલે થી જ રસોઈ બનાવતા સિખતા ઘર ના આ બિઝનેસ થી પ્રેરણા લઈ અર્પીબેન રોજ અલગ અલગ રેસિપી બનાવા લાગ્યા.હળવદ ની આ દિકરી પોતાના લગ્ન બાદ પણ પોતે સાસરે પણ અલગ અલગ રેસીપી બનાવતી રહે છે..અર્પી બેન ના પતિ હાર્દિક રાવલ પણ તેને કૂકિંગ માટે ખૂબ જ મોટીવેટ કરતા રહે છે.કોઈ પણ રેસિપી બનાવવા માટે મદદરૂપ થાય છે ત્યારે હાલ અર્પી બેન પોતાની અર્પિસ કિચન યુટ્યુબ ચેનલ ચાલવી રહ્યા છે.આ ચેનલ પર તે પોતે અવનવી વાનગીઓ બનાવી ને યુટ્યુબ ચેનલ પર મૂકે છે. ત્યારે કલર્સ ગુજરાતી ચેનલ દ્વારા તેઓ રસોઈ શો માં પસંદગી પામ્યા અને હળવદ નું ગૌરવ વધાર્યું તો આવતી કાલે તા:- ૨૮/૦૨/૨૦૨૨ કલર્સ ગુજરાતી ચેનલ પર બપોરે ૨:૦૦ કલાકે હળવદ ની આ દિકરી પોતાની રેસિપી લઈ ને આવી રહી છે તો જોવાનું ચૂકશો નહિ.
રિપોર્ટ : રવિ પરીખ હળવદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756