મેઘરજ ના રીટાયર્ડ જમાદાર ઉપર ફરિયાદ નોધાઇ

મેઘરજ ના રીટાયર્ડ જમાદાર ઉપર કાયદેસર ની ફરિયાદ નોધાઇ
અગાઉ પતંગ ચગાવવા બાબતે થયેલી માથાકૂટની અંગત અદાવત રાખી ફરીવાર માથાકૂટ કરી
ગઈ તારીખ 14 મી જાન્યુઆરી ના રોજ રીટાયર્ડ જમાદાર અમરતભાઈ ચંદુભાઇ ના પૌત્ર ધૃવિલકુમાર સોલંકી એ તે મારો પતંગ કેમ કાપ્યો તેમ અચાનક ઉશ્કેરાઈ જઈ નિકુલકુમાર જયંતીભાઈ સોલંકીના માથામાં ધારિયાના ઘા ઝીંકી ગંભીર પ્રકારની ઈજાઓ કરેલ હતી તે બાબતે મેઘરજ પોલીસ સ્ટેશને કાયદેસર થવા બાબતે ફરિયાદ આપી હતી
આ બાબતે તારીખ 25મી ફેબ્રુઆરી ના રોજ સાંજના સાડા પાંચ વાગે રીટાયર્ડ જમાદાર અમરતભાઈ ચંદુભાઇ તથા તેમના ઘરના સભ્યો અંગત અદાવત રાખી ફરિયાદી તથા તેમના ઘરના સભ્યોને તેમના ઘરે પુરુષોની ઘેર હાજરીમાં સ્ત્રીઓને એકલી જોઈ માં બેન સામી બીભત્સ ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપતા હતા કે અમારા વિરૂદ્ધ કેમ ફરિયાદ આપી છે ફરિયાદ પાછી ખેચી લો નહિતર તમને ઘર ખાલી કરાવી કાઢી મુકીશું અમે આ ગામના ધણી છીએ ગામ અમારું છે આ બાબતે ફરિયાદી શીતલબેન જયંતીભાઈ સોલંકીએ આરોપી (1)રીટાયર્ડ જમાદાર અમરતભાઈ ચંદુભાઇ સોલંકી તથા તેમના પત્ની (2) વસુબેન અમરતભાઈ સોલંકી વિરૂદ્ધ કાયદેસર થવા માટે મેઘરજ પોલીસ સ્ટેશને આઇ.પી.સી ની કલમ 504, 506(2),114 મુજબ ની ફરિયાદ નોધાઇ
એક રીટાયર્ડ સરકારી કર્મચારીને શોભે નહિ તેવું અભદ્ર ભાષા માં અસભ્ય વર્તન કરેલ છે
રિપોર્ટ : તેજેન્દ્ર સિંહ રાઠોડ
અરવલ્લી બ્યુરો ચિફ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756