ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત

ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત
Spread the love

ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત

મંત્રીશ્રી દેવાભાઇ માલમના હસ્તે કેશોદ ખાતે રૂા.૨૧૦૩ લાખના ખર્ચે તૈયાર થનાર રેલવે અંડર બ્રીજનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

 

જૂનાગઢ  : મુખ્યમંત્રીશ્રીના ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પશુપાલન-ગૌસંવર્ધન મંત્રીશ્રી દેવાભાઇ માલમના હસ્તે કેશોદ ખાતે રૂા.૨૧૦૩ લાખના ખર્ચે તૈયાર થનાર રેલવે અંડર બ્રીજનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કેશોદ ખાતે આ અંડરબ્રીજનું કામ પુરૂ થવાથી ૩૦ વર્ષ જુના ચાર ચોકના રેલવે ફાટકનો પ્રશ્ન પુરો થશે. અને વાહન ચાલકોની હાલાકીનો અંત આવશે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કેશોદ ખાતે અંડર બ્રીજનું કામ ૧૨ મહિનામાં પૂર્ણ થશે. જેમાં રેલવે લાઇન નીચેથી બ્રીજ એપ્રોચ રોડ તથા તેની આનુસાંગિક કામગીરી હાથ ધરાશે. ફાટક ઉપરથી રેલવે પસાર થવાના કારણે જે વાહન વ્યવહાર ખોરવાઇ જતો, ટ્રાફિકની સમસ્યા થતી હતી તેનો અંત આવશે. વધુમાં હોસ્પિટલ કે અન્ય ઇમરજન્સી સેવામાં પણ વધારો થશે.

આ પ્રસંગે પોરબંદર મત વિસ્તારના સાંસદશ્રી રમેશભાઇ ધડુક, પૂર્વ ધારાસભ્યશ્રી અરવિંદભાઇ લાડાણીએ પ્રાંસગિક ઉદ્દબોધન કર્યુ હતું. સ્વાગત પ્રવચન ચીફ ઓફિસર શ્રીપરબત ચાવડાએ આભાર વિધિ શ્રીપ્રવિણભાઇ ભાલાળાએ કરી હતી.

આ પ્રસંગે કેશોદ નગરપાલિકા પ્રમુખશ્રી લાભુબેન પીપલીયાશ્રી પરબતભાઇ પીઠિયાશ્રી કાળુભાઇ દેત્રોજાશ્રી પ્રફુલભાઇ પંડ્યાશ્રી જતીનભાઇ સોઢાશ્રી ધીરૂભાઇ કાતરિયાશ્રી અજીતભાઇ બાબરિયાપૂર્વ ધારાસભ્યશ્રી વંદનાબેન મકવાણાપૂર્વ ધારાસભ્યશ્રી સામતભાઇભરતભાઇ વડારિયાશ્રી પ્રભાબેન બુટાણીપ્રોજેક્ટ ઓફિસરશ્રી રૂપાલા તેમજ અગ્રણીઓ કેશોદ નગરપાલિકાના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!