ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત

ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત
મંત્રીશ્રી દેવાભાઇ માલમના હસ્તે કેશોદ ખાતે રૂા.૨૧૦૩ લાખના ખર્ચે તૈયાર થનાર રેલવે અંડર બ્રીજનો ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ તા.૨૭ મુખ્યમંત્રીશ્રીના ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પશુપાલન-ગૌસંવર્ધન રાજ્ય મંત્રીશ્રી દેવાભાઇ માલમ અને સાંસદશ્રી રમેશભાઇ ધડુકના હસ્તે કેશોદ ખાતે રૂા.૨૧૦૩ લાખના ખર્ચે તૈયાર થનાર રેલવે અંડર બ્રીજનો ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કેશોદ ખાતે આ અંડરબ્રીજનું કામ પુરૂ થવાથી ૩૦ વર્ષ જુના ચાર ચોકના રેલવે ફાટકનો પ્રશ્ન પુરો થશે. અને વાહન ચાલકોની હાલાકીનો અંત આવશે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કેશોદ ખાતે અંડર બ્રીજનું કામ ૧૨ મહિનામાં પૂર્ણ થશે. જેમાં રેલવે લાઇન નીચેથી બ્રીજ એપ્રોચ રોડ તથા તેની આનુસાંગિક કામગીરી હાથ ધરાશે. ફાટક ઉપરથી રેલવે પસાર થવાના કારણે જે વાહન વ્યવહાર ખોરવાઇ જતો, ટ્રાફિકની સમસ્યા થતી હતી તેનો અંત આવશે. વધુમાં હોસ્પિટલ કે અન્ય ઇમરજન્સી સેવામાં પણ વધારો થશે.
આ પ્રસંગે પોરબંદર મત વિસ્તારના સાંસદશ્રી રમેશભાઇ ધડુક, પૂર્વ ધારાસભ્યશ્રી અરવિંદભાઇ લાડાણીએ પ્રાંસગિક ઉદ્દબોધન કર્યુ હતું. સ્વાગત પ્રવચન ચીફ ઓફિસરે, આભાર વિધિ શ્રીપ્રવિણભાઇ ભાલાળાએ કરી હતી.
આ પ્રસંગે કેશોદ નગરપાલિકા પ્રમુખશ્રી લાભુબેન પીપલીયા, પૂર્વ ધારાસભ્યશ્રી વંદનાબેન મકવાણા, પૂર્વ ધારાસભ્યશ્રી સામતભાઇ રાઠોડ, કેશોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાળુભાઇ દેત્રોજા, શ્રી પરબતભાઇ પીઠિયા, શ્રી પ્રફુલભાઇ પંડ્યા, શ્રી જતીનભાઇ સોઢા, શ્રી ધીરૂભાઇ કાતરિયા, શ્રી અજીતભાઇ બાબરિયા, ભરતભાઇ વડારિયા, શ્રી પ્રભાબેન બુટાણી, પ્રોજેક્ટ ઓફિસરશ્રી રૂપાલા તેમજ અગ્રણીઓ કેશોદ નગરપાલિકાના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756