પલ્સ પોલિયો અભિયાન-૨૦૨૨

પલ્સ પોલિયો અભિયાન-૨૦૨૨
Spread the love

પલ્સ પોલિયો અભિયાન-૨૦૨૨

જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના વરદહસ્તે ભરૂચ ખાતે પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો થયેલો પ્રારંભ

રસીકરણ હેઠળ ૦ થી ૫ વર્ષની વયના ૨૨૭૩૦૧ બાળકોને આવરી લેવાશે

ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને પોતાના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી રાષ્ટ્રને પોલીયોમુક્ત બનાવવાના અભિયાનમાં સહભાગી બનવા જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ

પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ભરૂચના રોટરી કલબ હોલ અને કસક ખાતે જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના વરદહસ્તે પોલીયો રસીકરણ અભિયાનનો દિપ પ્રાગટય કરી શુભારંભ કરાયો હતો. આ વેળાએ કલેકટરશ્રીએ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને પોતાના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી રાષ્ટ્રને પોલીયોમુક્ત બનાવવાના અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.
કલેકટરશ્રીએ જિલ્લાનું ૦ થી ૫ વર્ષની વયનું એક પણ બાળક પલ્સ પોલીયોની રસીથી વંચિત ન રહે તેમજ સંબધિત અધિકારીઓને ૧૦૦ ટકા કામગીરી થાય તે જોવા ખાસ કાળજી અને તકેદારી રાખવા જિલ્લા આરોગ્યતંત્રને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતું.
આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, ડો. અનિલ વસાવા, રોટરી કલબ- ભરૂચના હોદેદારો, આરોગ્ય વિભાગના અધિકારીગણ, બાળકો ઉપસ્થિત રહયા હતા.
ઉલ્લેખનીય છે કે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તા.૨૭/૦૨/૨૦૨૨ના રોજ ૯૬૭ બુથ પર ૦ થી ૫ વર્ષની વયના બાળકો માટે સઘન પલ્સ પોલીયોની રસીકરણનું અભિયાનનો આજથી પ્રારંભ થયેલ છે તથા તા.૨૮/૦૨/૨૦૨૨ અને તા.૦૧/૦૩/૨૦૨૨ એમ બે દિવસ ઘરે ઘરે જઈને બાકી રહી ગયેલા બાળકોને પોલીયોના ટીપા રસીકરણ હેઠળ જિલ્લામાં ૨૨૭૩૦૧ બાળકોને આવરી લેવાશે જેમાં ટ્રાન્ઝીટ પોઇન્ટ તથા મોબાઈલ ટીમમાં ૪૮૬ કર્મચારીઓ અને ૫૪ સુપરવાઈઝર, આમ કુલ ૫૪૦ જેટલાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓ-કર્મચારીઓ આ અભિયાનમાં તેમની સેવાઓ આપશે.

 

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!