મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા ભરૂચમાં યોગ સભા યોજાઈ

મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા ભરૂચમાં યોગ સભા યોજાઈ
પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજ અને શ્રદ્ધેય આચાર્ય શ્રી બાલકૃષ્ણજી મહારાજ ના દિવ્ય આશિર્વાદ અને પ્રેરણા થી ભરૂચ જિલ્લામાં યોગ ને જન જન સુધી પહોંચાડવા પૂજ્ય સાધ્વી દેવાદિતિજી ના સાનિધ્યમાં યોગ સભાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં સાધ્વીજી દ્વારા યોગ, આયુર્વેદ, સ્વદેશી અને યજ્ઞ ના લાભો વિશે જાણકારી આપવામાં આવી સાથે સાથે મહિલા સશક્તિકરણ, આત્મવિશ્વાસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના મહિલા પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી આદરણીયા તનુજા આર્યા, ભરૂચ જિલ્લાના મહિલા પતંજલિ યોગ સમિતિ ના પ્રભારી શ્રીમતી હેમાબેન પટેલ, તાલુકાના પ્રભારી શ્રીમતી એકતાબેન પંડ્યા, નરગિસબેન પરમાર, હિરલબેન ઉપાધ્યાય, દક્ષાબેન ખેર અને મોટીસંખ્યામાં યોગ સાધક બહનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756