અંકલેશ્વરના મહેસૂલી કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો

અંકલેશ્વરના મહેસૂલી કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો
Spread the love

અંકલેશ્વરના મહેસૂલી કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના વર્તનના વિરોધમાં રાજ્ય સાથે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ભરૂચ, વાલિયા સહીત વિવિધ મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. કરજણ તાલુકાના માલોદ ગામ નજીક પાલેજ-નારેશ્વર રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં ભરૂચના 3 વ્યક્તિઓના મૃત્યુ થવાની ઘટનામાં સ્થળ મુલાકાતે પહોંચ્યા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર તેમજ મહેસુલ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા હતા. અને તેમને ગાળો ભાંડી હતી.
જો કે આ અંગે સાંસદે ખુલાસો આપે જણાવ્યું હતું કે, કોઈના મૃત્યુ પર આ અધિકારી હસી રહ્યા હતા. જેથી તેઓનો પિત્તો ગયો હતો. સાંસદના આ વર્તન સામે મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગુરૂવારે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળ ના નેજા હેઠળ રાજ્યભરના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ, અંકલેશ્વર, વાલિયા સહિતના વિસ્તારમાં કર્મચારી ઓ કાળી પટ્ટી ધારણ કરી હતી. મહેસુલી કર્મચારીઓ શુક્રવારના રોજ માસ સી.એલ પર ઉતરશે.
સાંસદ માફી માંગેની માંગ સાથે આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ભાજપ અને એમ.પી મનસુખ વસાવા ના મિત્ર મંડળ તેમના સમર્થનમાં આગળ આવ્યું છે. તેઓ દ્વારા હાલમાં જ કલેકટરને આવેદનપત્ર પાઠવી એમ.પીના શબ્દો નહિ પણ તેંનો ભાવાર્થ પકડવા અને સમજવા રજુઆત કરાઈ હતી. તો ટ્વીટર ઉપર પણ સ્પોર્ટ મનસુખ વસાવા હાલ ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. હવે આગામી દિવસોમાં મહેસુલ ખાતા અને MPનો આ વિવાદ વહીવટી તેમજ રાજકીય રીતે ગુજરાતમાં શું રંગ લાવે છે તે જોવું રહ્યું.

 

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!