ડભોઇ તાલુકા ના ત્રણ વિદ્યાર્થીઓ યુક્રેન થી પરત આવતા ડભોઇ ના ધારાસભ્ય તેમજ સાંસદ ની મુલાકત

ડભોઇ તાલુકા ના ત્રણ વિદ્યાર્થીઓ યુક્રેન થી પરત આવતા ડભોઇ ના ધારાસભ્ય તેમજ સાંસદ ની મુલાકત
ડભોઇ તાલુકા ના ત્રણ યુવાનો યુક્રેન થી પરત આવતા પરિવાર માં ખુશી ની લાગણી છવાયી જવા પામી હતી.યુક્રેન થી પરત ફરેલ યુવાનો ને જોઈ પરિવાર જનો ભાવ વિભોર બન્યા હતા અને આખો પોતાના પુત્રો ને ગળે મળી રડી પડ્યા હતા.ડભોઇ તાલુકા ના ધર્મપુરી ખાતે રહેતા અમરદીપ સંધુ તથા ડભોઇ તાલુકા ના મંડાળા ગામે રહેતા યશ જસભાઈ પટેલ,અને વડોદરા વાઘોડિયા રોડ ખાતે રહેતા અને મૂળ ડભોઇ તાલુકા ના ભાયાપુરા ખાતે રહેતા અક્ષય વિનોદભાઈ પટેલ યુક્રેન થી પરત ફરતા ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા તથા છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા એ તેઓની મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન શૈલેષભાઇ સોટ્ટા એ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ જણાવ્યું હતું કે બજેટ અનુસાર મેડિકલ ની ફી લેવા અંગે સરકાર માં રજુઆત કરશે જેથી ભારત ના વિધાર્થીઓ ને દેશ ની બહાર ભણવા જવું ન પડે.તેમજ છોટાઉદેપુર ના સંસદ ગીતાબેન એ છોટાઉદેપુર માં મેડિકલ કોલેજ લાવવા સરકાર માં રજુઆત કરશે નું જણાવ્યું હતું.યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વચ્ચે યુવાઓ હેમખેમ પરત ફરતા પરિવાર જનો એ ઈશ્વર નો આભાર વ્યક્ત કર્યો હતો.અને ઓપરેશન ગંગા અંતર્ગત ભારતીય વિદ્યાર્થીઓ ને દેશ માં પરત લાવવા બદલ ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો આભર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756