કડી શહેરનું નામ રોશન કરનાર શકિતશાળી મહિલા લેફ્ટેનન્ટ ડો.સ્વાતિ નિગમ

કડી શહેરનું નામ રોશન કરનાર શકિતશાળી મહિલા લેફ્ટેનન્ટ ડો.સ્વાતિ નિગમ
Spread the love

કડી શહેરનું નામ રોશન કરનાર શકિતશાળી મહિલા લેફ્ટેનન્ટ ડો.સ્વાતિ નિગમ: સેનામાં જવા ઇચ્છુક યુવાધન માટે ની નિસરણી બનનાર

— આપબળે આગળ વધનાર લેફ્ટેનન્ટ સ્વાતિ નિગમે ઘર અને ગુજરાત નું નામ સમગ્ર દેશમાં ગુંજતું કરી દીધું

— દેશમાં ગુજરાત નું નામ રોશન કરનાર શકિતશાળી મહિલાનું રાજ્યના રાજ્યપાલ થી માંડીને સેનાના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.
ભારતના મધ્યપ્રદેશમાં જિલ્લામાં ક્ટની માં જન્મેલા સ્વાતિ નિગમે બી.કોમ.,એમ.એ.ફાયનાન્સ અને પી.એચ.ડી સુધીનો અભ્યાસ કરી ડોક્ટરેટ ની પદવી મેળવી છે.શરૂઆત થી તેમને ખાખી વરદી અને સેનાના જવાનોની વરદી જોઈ સેનામાં ભરતી થવાની ઈચ્છા હતી પરંતુ મહિલા ઓ માટે સેનામાં જગ્યા ના હોય તેવી કેલાક લોકોની રૂઢિચુસ્ત માનસિકતા ના પગલે તેમને પરીવાર કે સમાજ માંથી કોઈ સહયોગ મળ્યો નહિ.મન હોય તો માળવે જવાય ની ઉકિત ને સાર્થક કરતા તેમણે પરિવારજનોની અનિચ્છા હોવા છતાં સેનાની વરદી પહેરી દેશ સેવા કરવા મેહનત આરંભી દીધી.કહેવાય છે ને કે અડગ મનના માનવી ને હિમાલય પણ નડતો નથી તેમ Dr.સ્વાતિ નિગમે સેનાની વિંગ ની ૯ મી બટાલિયન અમદાવાદમાં કામ કરતા કરતા પ્રશિક્ષણ કેન્દ્રમાં સિલેક્ટ થયા.જેમાં ફાયરિંગ,કેમ્પ, જંગલમાં નકશા વાંચવા, દુર્ગમ સ્થળો ઉપર ટ્રેકિંગ, રમત ગમત,અભ્યાસ સહિતનો કઠોર પરિશ્રમ તેમણે કર્યો. તેમણે અભ્યાસ માં એ ગ્રેડ હાંસલ કરયો જેમાં ફાયરીંગ અને થરો બોલ માં ગોલ્ડ,બેડમિન્ટન માં સિલ્વર મેળવી કઠોર પરિશ્રમ બાદ રાજ્પત્રિત અધિકારી ના રૂપમાં નિમણુક મેળવી.
એક વર્ષ ના સમય ગાળામાં તેમના અદ્રભૂત કામ થી તેમને આકસ્મિક અધિકારી 2021 તરીકે નિમણૂક મળી જ્યાં તેઓ એક માત્ર મહિલા હતા.ગણતંત્ર દિવસની પરેડ 2021 માટે દિલ્હી થી રાષ્ટ્રીય સ્તરે ગુજરાત નું પ્રતિનિધિત્વ કર્યું.
મહિલા હોવાથી તેમણે સફળ થવા ભારે હાડમારી નો સામનો કરવો પડ્યો. પ્રશિક્ષણ નો સમય સવારે 4 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી હોવાથી કડકડતી ઠંડીમાં હિમ્મત હાર્યા વિના કેડેટો ને પ્રશિક્ષિત કર્યા.ઉત્કૃષ્ઠ કામગીરી થી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા તેમના વખાણ કરવામાં આવ્યા.ગણતંત્ર દિવસ દરમ્યાન તેમને સેનાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સન્માન આપવામાં આવ્યું અને ગુજરાત ને દેશના ફલક ઉપર ઝળકાવવા ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા તેમને સનામાનીત કરી વિવિધ ઇનામો આપવામાં આવ્યા.

“નારી તું નારાયણી “ની ઉકિતને સાર્થક કરતા ગુજરાતને કર્મભૂમિ બનાવનાર સશકત મહિલા Dr.સ્વાતિ નિગમને વિશ્વ મહિલા દિન નિમિતે સલામ

મધ્યપ્રદેશમાં અરવિંદ ખરે અને રીટા ખરે ના ઘેર જન્મેલા Dr.સ્વાતિ નિગમ એક લેખિકા તરીકે પણ ઘણા પ્રચલિત છે. તેમણે 7 કરતા વધારે પુસ્તક અને 500 થી વધારે લેખ અત્યાર સુધી લખ્યા છે. તેમણે તેમની વિવિધ કામગીરી ને પગલે રાજ્ય અને સરકાર ના વિવિધ એવોર્ડ પણ મેળવ્યા છે.
Dr.સ્વાતિ નિગમ તેમના ઘર સંસાર માં માતા – પિતા, અેક બાળક સાસુ,સસરા અને પતિ મનિષ નિગમ સહિત ને સાથે રાખી શિક્ષા સાથે સામાજીક કાર્યોમાં તેમના વિવિધ યોગદાન બદલ સમગ્ર દેશ તેમની હિમ્મત ને સલામ કરે છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!